ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અરવલ્લી જિલ્લામાં પોલીસ આવાસનું ગૃહ રાજ્યમંત્રી હસ્તે લોકાર્પણ

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે માનનીય ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, ભીખસુસિંહજી પરમાર તથા ગાંધીનગર રેન્જ આઇ જી પી શ્રી અભય ચુડાસમાની ઉપસ્થિતિમા પોલીસ કર્મચારીઓ માટે તેમના કુટુંબીજનોને પાયાની સુવિધાઓ અને જરૂરી સગવડો મળી રહે તેવા ઉમદા અભિગમથી...
12:45 AM Apr 20, 2023 IST | Viral Joshi
અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે માનનીય ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, ભીખસુસિંહજી પરમાર તથા ગાંધીનગર રેન્જ આઇ જી પી શ્રી અભય ચુડાસમાની ઉપસ્થિતિમા પોલીસ કર્મચારીઓ માટે તેમના કુટુંબીજનોને પાયાની સુવિધાઓ અને જરૂરી સગવડો મળી રહે તેવા ઉમદા અભિગમથી...

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે માનનીય ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, ભીખસુસિંહજી પરમાર તથા ગાંધીનગર રેન્જ આઇ જી પી શ્રી અભય ચુડાસમાની ઉપસ્થિતિમા પોલીસ કર્મચારીઓ માટે તેમના કુટુંબીજનોને પાયાની સુવિધાઓ અને જરૂરી સગવડો મળી રહે તેવા ઉમદા અભિગમથી સરકારશ્રી દ્વારા 47 કરોડ 4 લાખના ખર્ચે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવીન પોલીસ હેડક્વાટર ખાતે બી કક્ષાના 280 રહેણાંક મકાનોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.

આંબલીયારા પોલીસ સ્ટેશન, રૂપિયા 2 કરોડ 73 લાખના ખર્ચે અધતન મકાન બનવાયુ,ટીંટોઇ પોલીસ સ્ટેશન,ભીલોડા બફેલ ફાયર્રિંગ રેન્જ જે 18 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું, મોડાસા ટાઉન ચારરસ્તા પોલીસ ચોકી, 15 લાખના ખર્ચ બનવવામાં આવ્યું, આશ્રમ ચોકી શામળાજી જે 25 લાખના ખર્ચે નવીન બનવવામાં આવુ જેના નું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.

માનનીય ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું,ગુજરાત રાજ્યમાં પોલીસ આજે ખડેપગે સતત પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આપણી સુરક્ષા અને સેવા માટે તત્પર રહે છે.આજે રાજ્યમાં બનતા મોટા ગુન્હાઓને ગણતરીના કલાકોમાં ઉકેલીને પ્રજાના મનમાં સુરક્ષિત હોવાનો વિશ્વાસ કાયમ રહ્યો છે.

તેમણે કહ્યું કે, રાતદિવસ જનતાની સેવામા, સુરક્ષામાં અડીખમ રહે છે. ડિજીટલ ટેક્નોલોજીના આ યુગમાં સાયબર ક્રાઇમ જેવા ગુનાઓ સહિતની બદલાઇ રહેલી ક્રાઇમ પેટર્નને જાણવા-સમજવા આજે પોલીસ કર્મીઓની સજ્જતાને આપણે વધુ સંગીન બનાવી છે.

ગુજરાત આજે શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનવા સાથે વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યુ છે. તેના પાયામાં સમાજ જીવનની રક્ષા-સુરક્ષા માટેની પોલીસ દળની કર્તવ્ય પરાયણતા છે.

આજે અરવલ્લી જિલ્લામાં આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.પોલીસ પરિવારોને શુભકામનાઓ આપું છું. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસના અધિકારીઓ કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે સંબોધન કરતા જણાવ્યું કે સતત કાર્યશીલ, જનતાની સુરક્ષા અને સેવામાં અડીખમ રહેતી એવી અરવલ્લી જિલ્લાની પોલીસને અને પોલીસના પરિવારને હું શુભકામનાઓ પાઠવું છું, આજે અરવલ્લી જીલ્લો પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે, આપણે સૌ સાથે મળીને જિલ્લાના વિકાસના કામને આગળ ધપાવીશું.

આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભિખુસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી પી. સી. બરંડા, ધારાસભ્ય શ્રી ધવલસિહ ઝાલા, રેન્જ આઇજી શ્રી અભય ચુડાસમા, જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક, જિલ્લા પોલીસવડાશ્રી સંજય ખરાત સહિત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં ટોર્ક વાલ્વ નવું સેન્ટ્રલાઇઝ્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ શરૂ કરાશે

Tags :
AravalliGujarat PoliceGujarati NewsHarsh SanghaviInaugurationPolice House
Next Article