Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Independence Day 2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં ધ્વજ વંદન કર્યુ, રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી

આજે પોરબંદરમાં Independence Day 2025 ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજ વંદન કર્યુ અને રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી.
independence day 2025   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં ધ્વજ વંદન કર્યુ  રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી
Advertisement
  • Independence Day 2025 ની પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી
  • આ ઉજવણીમાં 150 કલાકારોએ દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિને લગતા કાર્યક્રમો રજૂ કર્યા

Independence Day 2025 : આજે 15 મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પોરબંદરમાં પ્રથમવાર રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજ વંદન કર્યુ અને રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી. આ ઉજવણીમાં 150 કલાકારોએ દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિને લગતા કાર્યક્રમો રજૂ કર્યા. આ કાર્યક્રમોની થીમ "બાપુના પગલે ત્રિરંગા ભારત" રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએઃ CM ભૂપેન્દ્ર પટેલ

પોરબંદરમાં 79 સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ કાર્યક્રમમાં ધ્વજ વંદન કર્યુ અને સૂચક સંબોધન પણ કર્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.  તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ જનજનમાં રાષ્ટ્ર ચેતના જગાવવાનું કાર્ય કર્યુ. 2.90 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ આપ્યા. વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના બજેટમાં પણ સતત વધારો કરી રહ્યાં છીએ. આપણે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવાનું છે. જેના માટે આત્મનિર્ભર ગુજરાત બનાવવા આપણે પ્રતિબદ્ધ છીએ. આપણે તહેવારોમાં સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપીને સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ તો ઝડપથી આત્મનિર્ભર ગુજરાત બનાવી શકીશું.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Vadodara : અંતિમ ઘડી સુધી રાષ્ટ્રધ્વજની ખરીદી માટે ઉત્સાહ, ભરુચ, સુરત, દાહોદ, ગોધરાથી લોકો આવ્યા

યુવાનો જોબસીકરમાંથી જોબગીવર બન્યાઃ CM ભૂપેન્દ્ર પટેલ

આજે પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યજોગ સૂચક સંબોધન પણ કર્યુ હતું. તેમણે કહ્યું કે, હવે ગુજરાતના યુવાનો જોબસીકરમાંથી જોબગીવર બન્યા છે. ગુજરાત નવા કાયદાઓના અમલીકરણમાં અગ્રેસર રહ્યું છે. નવા ફોજદારી કાયદા લાગુ કરવામાં આવ્યા. શહેરી વિકાસને વેગ મળ્યો.  શહેરી અને ગ્રામ્યમાં 11 લાખ મકાનો પૂરા પાડવામાં આવ્યા છે. ગરીબોને યોજનાનો 100 ટકા લાભ મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અર્નિંગ વેલ, લિવિંગ વેલનો મંત્ર ગુજરાતે અપનાવ્યો છે. પૂરક પોષણ યોજનાનો લાભ બાળકોને અપાયો છે અને 3 લાખ બહેનો લખપતિ દીદી બનીને ઘરનો આધાર બની છે.

આ પણ વાંચોઃ  Independence Day 2025 : નમો લક્ષ્મી યોજનાનો લાભ 10 લાખ દીકરીઓને મળ્યો છે - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Tags :
Advertisement

.

×