ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતીય કોસ્ટ ગાર્ડે ગાંધીનગરમાં સાયરલ રેલીનું આયોજન કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

દુનિયામાં આજે પણ ઘણા લોકો છે કે જે પર્યાવરણનું રક્ષણ રાખવાના પ્રયત્નો કરતા રહે છે. આજે એક એવો સમય છે કે જ્યારે આપણી પૃથ્વી પર પર્યાવરણને ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે ત્યારે સૌ કોઇની ફરજ છે કે તેનું રક્ષણ...
08:41 PM Jun 05, 2023 IST | Hardik Shah
દુનિયામાં આજે પણ ઘણા લોકો છે કે જે પર્યાવરણનું રક્ષણ રાખવાના પ્રયત્નો કરતા રહે છે. આજે એક એવો સમય છે કે જ્યારે આપણી પૃથ્વી પર પર્યાવરણને ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે ત્યારે સૌ કોઇની ફરજ છે કે તેનું રક્ષણ...

દુનિયામાં આજે પણ ઘણા લોકો છે કે જે પર્યાવરણનું રક્ષણ રાખવાના પ્રયત્નો કરતા રહે છે. આજે એક એવો સમય છે કે જ્યારે આપણી પૃથ્વી પર પર્યાવરણને ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે ત્યારે સૌ કોઇની ફરજ છે કે તેનું રક્ષણ કરવું જોઇએ. પ્રકૃતિ આપણું જીવન છે. પ્રકૃતિ વિના માનવ જીવન શક્ય નથી, પરંતુ તેમ છતાં આપણે વિકાસ અને આધુનિકતાની દોડમાં પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છીએ અને પ્રકૃતિથી દૂર જઈ રહ્યા છીએ. માનવ જીવનની સલામતી માટે, પર્યાવરણને સુરક્ષિત રાખવાની જરૂર છે. ત્યારે આજના દિવસે ઘણી સંસ્થાઓ દ્વારા આ દિવસની ઉજવણી કરી લોકોને પર્યાવરણની રક્ષા કરવા અંગે જાગૃત કરવામાં આવે છે. આજના આ ખાસ દિવસને ધ્યાને રાખી રાજયના પાટનગર ગાંધીનગર ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે વિશ્વ પર્યાવરણ દિવસે ગાંધીનગર ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઇએ કે, ભારતીય કોસ્ટ ગાર્ડ પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ) એ આજે 05 જૂન 2023 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી અને સ્થાનિક લોકોમાં મિશન LiFE (પર્યાવરણ માટે જીવનશૈલી) ને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે, ગુજરાતમાં તમામ ICG એકમો છેલ્લા મહિનાથી શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે જેમાં બીચ ક્લિનિંગ/પ્લોગિંગ, વોકથોન્સ, કોમ્યુનિટી ઇન્ટરેક્શન્સ, સાયક્લેથોન વગેરેનો સમાવેશ થાય છે. આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે આવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે. પ્રકૃતિ વિના જીવન શક્ય નથી. પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે. પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે, જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે. સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે. આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ પણ વાંચો - આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, વિવિધ સ્થળોએ 22 જેટલા સાંસ્કૃતિક વનો નિર્માણ કરાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gandhinagar Cycle RallyIndian Coast Guard Regional HeadquartersLifestyle for Environmentworld environment dayWorld Environment Day 2023
Next Article