Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IndiGo Crisis: ઇન્ડિગોની ફ્લાઇટ સેવા ફરી અસરગ્રસ્ત, મુસાફરોને ભારે હાલાકી

IndiGo Crisis: દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો હાલમાં કટોકટીનો સામનો કરી રહી છે. હજારો મુસાફરોની મુસાફરી રોકી દેવામાં આવી છે, જ્યારે ઘણા લોકો મહત્વપૂર્ણ મીટિંગ્સ, પરીક્ષાઓ અને તબીબી મુલાકાતો પણ ચૂકી ગયા છે. ત્યારે ફ્લાઇટ રદ થવાની પરિસ્થિતિથી મુસાફરોમાં ગુસ્સો અને નિરાશા ફેલાઈ છે.
indigo crisis  ઇન્ડિગોની ફ્લાઇટ સેવા ફરી અસરગ્રસ્ત  મુસાફરોને ભારે હાલાકી
Advertisement
  • લો-કોસ્ટ એરલાઈન ઈન્ડિગોમાં મોટું સંકટ!
  • સતત ચોથા દિવસે ઈન્ડિગોની ફ્લાઈટ રદ
  • ધડાધડ ફ્લાઈટ રદ થતા મુસાફરોને ભારે હાલાકી
  • અમદાવાદ એરપોર્ટ પર 19 ફ્લાઈટ કેન્સલ
  • રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી 19 ફ્લાઈટ કેન્સલ
  • 7 અરાઈવલ અને 12 ડિપાર્ચર ફ્લાઈટ કેન્સલ
  • રીશેડ્યુલિંગ-રિફંડ પ્રક્રિયા દરમિયાન અવ્યવસ્થા

IndiGo Crisis:ઇન્ડિગોની ફ્લાઇટ સેવા ફરી અસરગ્રસ્ત થઈ છે. જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં આજે પણ કેન્સલ થઈ છે. 6 ડિસેમ્બરનાં રોજ રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કુલ 19 ફ્લાઇટ્સ કેન્સલ કરાઈ હતી. જેમાંથી 7 આવતી (Arrivals) અને 12 જતી (Departures) ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. જેના કારણે એરપોર્ટ પર મુસાફરોમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. એરપોર્ટ પર મુસાફરોની લાઈનો, રિશેડ્યૂલિંગ અને રિફંડ પ્રક્રિયા દરમિયાન અવ્યવસ્થાના દૃશ્યો સામે આવી રહ્યા છે.સતત ચાલતી ફ્લાઇટ રદ થવાની પરિસ્થિતિથી મુસાફરોમાં ગુસ્સો અને નિરાશા ફેલાઈ છે. ગઈકાલે ઈન્ડિગોની 131 ફલાઇટ કેન્સલ થઈ હતી.

Advertisement

ફ્લાઇટ્સ રદ્દ એરપોર્ટ પર મુસાફરોમાં ભારે મુશ્કેલી

ઇન્ડિગો એરલાઇનમાં ઓપરેશનલ કટોકટી અને મુસાફરોની મુશ્કેલી સતત ચાલુ છે. શનિવારે અમદાવાદ એરપોર્ટ પર સવારે 6 વાગ્યા સુધી 19 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દેશના અન્ય એરપોર્ટ પર પણ આવી જ સ્થિતિ છે. શનિવારે પણ તિરુવનંતપુરમ એરપોર્ટ પર છ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

Advertisement

શુક્રવારે પણ ઇન્ડિગોનું સંચાલન લગભગ બંધ કરવામાં આવ્યું હતું અને દિવસભર ઇન્ડિગોની 1000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જ્યારે 4 ડિસેમ્બરે 550 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ રીતે, છેલ્લા પાંચ દિવસમાં ઇન્ડિગોની 2000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને દેશના હવાઈ ટ્રાફિકને ખરાબ અસર થઈ છે.

 300,000 થી વધુ લોકોને સીધી અસર

મુસાફરો સૌથી વધુ અસુવિધાનો સામનો કરી રહ્યા છે, જેમાં છેલ્લા ચાર દિવસમાં 300,000 થી વધુ લોકો સીધી અસર પામ્યા છે. પરિસ્થિતિને જોતાં, સરકારને પોતાનું વલણ નરમ પાડવાની ફરજ પડી છે, અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ FDTL નિયમોમાં કામચલાઉ છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. આના ભાગ રૂપે, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તાત્કાલિક અસરથી ક્રૂ સભ્યો માટે સાપ્તાહિક આરામ અંગેના તેના તાજેતરના કડક સૂચનો પાછા ખેંચી લીધા છે.

ઇન્ડિગોએ મુસાફરોની માફી માંગી

ઇન્ડિગોએ X (અગાઉ ટ્વિટર) પર એક જાહેર નિવેદન જારી કરીને દેશભરના મુસાફરોની માફી માંગી અને સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક દિવસો અત્યંત મુશ્કેલ રહ્યા છે અને પરિસ્થિતિ રાતોરાત ઉકેલી શકાતી નથી. કંપનીએ કહ્યું કે તે સિસ્ટમ રીબૂટ કરવા અને કામગીરીને સામાન્ય બનાવવા માટે તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે 5 ડિસેમ્બરના રોજ સૌથી વધુ રદબાતલ થયા હતા કારણ કે એરલાઇન બીજા દિવસે સુધારા શરૂ કરવા માટે તેની બધી સિસ્ટમો અને સમયપત્રકને ફરીથી સેટ કરી રહી હતી.

આ પણ વાંચો: Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે 20 વર્ષ પછી પોતાના શિક્ષકને મળ્યા, ભાવુક દ્રશ્યો સર્જાયા

Tags :
Advertisement

.

×