Integrated Pest Management: ઘઉંનો પાક બચાવો: જીવાત નિયંત્રણની કચેરીની માર્ગદર્શિકા જાહેર
Integrated Pest Managemen : રાજ્યમાં શિયાળુ એટલે કે રવિ સીઝન દરમિયાન ખેડૂતો મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરે છે. વાવણી બાદ ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન (Integrated Pest Management - IPM)ના હેતુથી ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે એક જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકામાં વિવિધ જીવાતોના નિયંત્રણ માટેની પદ્ધતિઓ અને જંતુનાશકોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતો આપવામાં આવી છે.
Integrated Pest Managemen : મુખ્ય જીવાતો અને તેના નિયંત્રણ માટેની ભલામણો
1. મોલો (Aphids)નો ઉપદ્રવ
ઘઉંના પાકમાં મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો જેવા કે પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ-Ladybird beetle), લીલી પોપટી (ક્રાયસોપર્લા-Chrysoperla) તેમજ સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે.
Advertisementજો આ કુદરતી દુશ્મનો પૂરતા પ્રમાણમાં હાજર હોય તો જંતુનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી.
જો મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો:
થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી (Thiamethoxam 25 WG) દવા ૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
2. લીલી ઈયળ (Green Semi-looper)નું નિયંત્રણ
ખેતરને નીંદણ મુક્ત રાખવું.
ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું.
નાની ઈયળો દેખાય તો નીચે મુજબની દવાઓનો છંટકાવ કરવો:
લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્ક (NSPKE) પાંચ ટકા (૫૦૦ ગ્રામ/૧૦ લિટર પાણી)
અથવા, લીંબોળીની તેલયુક્ત દવા ૧૦ મિ.લિ. (૫ ઇ.સી.)
અથવા, બીવેરીયા બેસીયાના (Beauveria bassiana) નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
3. ઊધઈ (Termites)નો ઉપદ્રવ
જો વાવણી સમયે બીજને કીટનાશકની માવજત આપવામાં ન આવી હોય અને ઘઉંના ઊભા પાકમાં ઊધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો:
ફીપ્રોનીલ પાંચ એસ.સી. (Fipronil 5 SC) ૧.૬ લિટર દવા
અથવા, ક્લોરપાઇરીફોસ ૨૦ ઈસી (Chlorpyrifos 20 EC) ૧.૫ લિટર દવા
આ દવાઓને ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવી એક હેકટર પાકના વિસ્તારમાં પુંખવી અને તરત જ પાકને હળવું પિયત આપવું.
વૈકલ્પિક પદ્ધતિ તરીકે, પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી જોઈએ.
4. ગાભમારાની ઈયળ (Stem Borer)નું નિયંત્રણ
જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઈ નાશ કરવો.
5. ખપૈડી (Grasshopper)નું નિયંત્રણ
ઘઉંની વાવણી બાદ શેઢા-પાળા ઉપર તેમજ ખેતરમાં ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી (Fenvalerate 0.4% Dust) હેકટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો.
Integrated Pest Managemen : મહત્વપૂર્ણ સૂચના
દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને તેનું અનુસરણ કરવા માર્ગદર્શિકામાં ભારપૂર્વક જણાવાયું છે.
વધુ માહિતી માટે સંપર્ક
ખેડૂતોએ Integrated Pest Management - IPM અંગે વધુ જાણકારી અને માર્ગદર્શન માટે પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અને નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવાનો રહેશે.
આ પણ વાંચો : Governor of Gujarat : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પલોલમાં સાદગીની પરાકાષ્ઠા !


