Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : ટેક્સટાઇલ વેલ્યુ ચેઈન મજબૂત-પગભર બનાવવા ‘વ્યાજ સહાય યોજના’

Gujarat-રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં છેલ્લા બે વર્ષમાં ૪૪ વ્યાજ સહાય યોજના-Interest Subsidy Scheme ની અરજીઓ મંજૂર કરાઈ : ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત Gujarat રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સહાય પેટે બે વર્ષમાં રૂ1319 લાખની રકમ ચૂકવાઇ Gujaratના ટેક્સટાઇલ...
gujarat   ટેક્સટાઇલ વેલ્યુ ચેઈન મજબૂત પગભર બનાવવા ‘વ્યાજ સહાય યોજના’
Advertisement
  • Gujarat-રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં છેલ્લા બે વર્ષમાં ૪૪ વ્યાજ સહાય યોજના-Interest Subsidy Scheme ની અરજીઓ મંજૂર કરાઈ : ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
  • Gujarat રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સહાય પેટે બે વર્ષમાં રૂ1319 લાખની રકમ ચૂકવાઇ

Gujaratના ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં ચોક્કસ ક્ષેત્રોને વધુ મજબૂત-પગભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા ‘વ્યાજ સહાય યોજના’ અમલી છે. આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં તા. 31  ડિસેમ્બર 2024 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ 44 કલેઈમની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ પેટે વર્ષ 2023 માં રૂ.77.28 લાખ તેમજ વર્ષ 2024 માં રૂ.1242.25 લાખ એમ બે વર્ષમાં કુલ 1319.53 લાખની વ્યાજ સહાય ટેક્સટાઇલ ઉદ્યોગોને આપવામાં આવી છે. તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે (Balwantsinh Rajput)જણાવ્યું હતું.

વ્યાજ સહાય

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત Balwantsinh Rajput વધુ માહિતી આપતાં કહ્યું હતું કે,ગુજરાત ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇન-Gujarat Textile Value Chain માં ચોક્કસ ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે સહાય યોજના(Interest Subsidy Scheme) -2019 અંતર્ગત એમ.એસ.એમ.ઇ. એકમોને ૬ ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. વધુમાં લાર્જ કક્ષાના એકમોને તેમના દ્વારા પુરી પાડવામાં આવતી રોજગારીને ધ્યાને લઇ ૪ ટકા થી ૬ ટકા સુધીની વ્યાજ સહાય આપવામા આવે છે.

Advertisement

નવી ટેક્ષટાઇલ પોલીસી

મંત્રી શ્રી રાજપૂતે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે,Gujarat રાજ્યની મહિલાઓ અને ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ કામ કરતી મહિલાઓને રોજગાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્વ-સહાય જૂથ (સેલ્ફ હેલ્પ ગ્રુપ - SHG)ને સહાય આપવા અંગેની જોગવાઈ નવી ટેક્ષટાઇલ પોલીસીમાં કરવામાં આવી છે. જેમાં સ્વ-સહાય જૂથની મહિલા સભ્યને તાલીમ દરમ્યાન સરકાર તરફથી રૂ.5000 પ્રતિ સભ્ય દીઠ 3 માસ માટે તાલીમ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ સિવાય સ્વ-સહાય SHG જૂથને મહિલા સભ્ય દીઠ માસિક રૂ.5000 પે-રોલ સહાય આપવામાં આવશે. 

Advertisement

સ્વ-સહાય SHG જૂથને જોબવર્કનું કામ આપનાર ઔદ્યોગિક એકમને પણ સરકાર પ્રોત્સાહન પૂરૂ પાડશે જેથી સ્વ-સહાય જૂથને લાંબા સમય માટે કામ મળી રહેશે અને સભ્યોને સ્થાયી રોજગારી મળી રહેશે.  

આ સહાય Gujarat રાજ્યની મહિલાઓને સશક્ત અને સ્વનિર્ભર બનાવશે. રાજ્ય સરકાર હંમેશાં મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહી છે અને આ પ્રકારના પગલાં તેમને વધુ અવસર અને સશક્તતા પ્રદાન કરશે, જેથી તેઓ સમાજ, અર્થવ્યવસ્થા અને વ્યવસાય ક્ષેત્રે વધુ મજબૂત બની શકે‌ તેમ‌ મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચો- America : કપલે પોતાના સંબંધને બચાવવા લીધી ChatGPT ની મદદ! અને...

Tags :
Advertisement

.

×