ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

International Yoga Day 2025 : વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થઈ રાજ્યકક્ષાની ઉજવણી

21મી જૂન 2025ના રોજ 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2025) ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં વડનગર ખાતે આ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. વાંચો વિગતવાર.
07:16 AM Jun 21, 2025 IST | Hardik Prajapati
21મી જૂન 2025ના રોજ 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2025) ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં વડનગર ખાતે આ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. વાંચો વિગતવાર.
International Yoga Day Gujarat First-CM-

International Yoga Day 2025 : આજે સમગ્ર વિશ્વમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2025) ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રીની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Hrishikesh Patel) પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા છે. સમગ્ર વડનગરમાં અલગ અલગ 11 સ્થળોએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. કુલ 11 સ્થળોએ 8500 લોકો યોગાસન કરવા માટે જોડાયા છે.

યોગ એ જીવન જીવવાની કળા છે - મુખ્યમંત્રી

આજે વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા છે. વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે થઈ રહેલ યોગ દિવસની ઉજવણીમાં અંદાજિત 3000 લોકો પણ જોડાયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગની મહત્તા વર્ણવી છે. તેમણે જણાવ્યું કે, યોગ એ માત્ર વ્યાયામ નહિ પરંતુ જીવન જીવવાની કળા છે. યોગ સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે. યોગથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેદસ્વીતામુક્ત ગુજરાતની થીમ સાથે આ રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ આજે દેશ દુનિયામાં થઇ રહી છે International Yoga Day ની ઉજવણી

વડાપ્રધાને યોગ સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ અપાવી - મુખ્યમંત્રી

21મી જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આ સ્થળે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે અંદાજિત 3000 નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે પોતાના સંબોધનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી (PM Modi) ને યાદ કર્યા છે. તેમણે જણાવ્યું કે, આજે હું વડાપ્રધાન મોદીની જન્મભૂમિ પરથી સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવું છું. વડાપ્રધાને યોગ સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાને વર્ષ 2015થી સમગ્ર વિશ્વના દેશોને યોગથી પરિચીત કરાવ્યા છે. આજે દોઢ કરોડથી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ International Yoga Day : વોશિંગ્ટન ડીસીમાં ઈન્ડિયન એમ્બસી દ્વારા યોગસત્રનું આયોજન કરાયું

Tags :
CM Bhupendra PatelGujaratGujarat FirstGUJARAT FIRST NEWSHRISHIKESH PATELInternational Yoga Day 2025June 21 2025Obesity-free Gujaratpm modiSharmistha LakeState Yoga CelebrationVadnagarYoga Legacy
Next Article