Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉપલેટાની મોજ નદીમાં ફેલાયેલું કેમિકલયુક્ત પાણી અણસમજુ મહિલાને કારણે..! વાંચો

અહેવાલ--હરેશ ભાલીયા-જેતપુર રાજકોટ જિલ્લાના ઉપલેટાની મોજ નદીમાં છેલ્લા ત્રણ દિવસથી ફેલાઈ રહેલા કલરયુક્ત પ્રદૂષિત પાણીથી સ્થાનિક રાજકારણીઓ,  લોકો અને જેતપુરના ઉદ્યોગપતિઓમાં આવું પાણી ક્યાંથી આવ્યું ? તે બાબતે દોડધામ થઈ ગઇ હતી.  પરંતુ ગુજરાત ફર્સ્ટે મોજ નદીના કાંઠા વિસ્તારમાં તેમજ...
ઉપલેટાની મોજ નદીમાં ફેલાયેલું કેમિકલયુક્ત પાણી અણસમજુ મહિલાને કારણે    વાંચો
Advertisement
અહેવાલ--હરેશ ભાલીયા-જેતપુર
રાજકોટ જિલ્લાના ઉપલેટાની મોજ નદીમાં છેલ્લા ત્રણ દિવસથી ફેલાઈ રહેલા કલરયુક્ત પ્રદૂષિત પાણીથી સ્થાનિક રાજકારણીઓ,  લોકો અને જેતપુરના ઉદ્યોગપતિઓમાં આવું પાણી ક્યાંથી આવ્યું ? તે બાબતે દોડધામ થઈ ગઇ હતી.  પરંતુ ગુજરાત ફર્સ્ટે મોજ નદીના કાંઠા વિસ્તારમાં તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારમાં તપાસ કરતાં મોજ નદીમાં ફેલાઈ રહેલા પ્રદૂષણમાં ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી ઘટના બહાર આવી છે.  આ વાતથી મોજ નદી આસપાસના લત્તાવાસીઓને સંતોષ થયો છે તેમજ જેતપુરના નાના-મોટા ઉદ્યોગપતિઓએ પણ રાહતનો દમ લીધો છે.
રંગીન પાણીથી લોકોમાં ભારે રોષ
બનાવની મળતી વિગતો મુજબ ઉપલેટાની મોજ નદીમાં છેલ્લા ત્રણ દિવસથી કલર કેમિકલ યુક્ત પાણીનો ફેલાવો શરૂ થયો હોવાથી સ્થાનિક રાજકીય અને જાગૃત લોકોએ આ પાણી ક્યાંથી આવ્યું અને એક તબક્કે જેતપુરના સાડી  ઉદ્યોગને બદનામ કરવાના નિવેદનો આપવાનું શરૂ કર્યું હતું. આ વાતથી  જેતપુરના ઉદ્યોગપતિઓ પણ મોજ નદીની આજુબાજુના તમામ વિસ્તારો ખૂંદીને કયા વિસ્તારમાંથી કે કઈ બાજુથી કેમિકલ યુક્ત પાણી મોજ નદીમાં ભળે છે તેની તપાસ કરવા માટે ઊંધે માથે થઈ ગયા હતા.  પરંતુ કોઈના દ્વારા જાણી શકાયું ન હતું કે આ નદીમાં કલરયુક્ત પાણી આવ્યું ક્યાંથી ?
મહિલાની ભુલના કારણે પાણી રંગીન થયું
બીજી બાજુ ગુજરાત ફર્સ્ટે પણ તપાસ શરુ કરી હતી. તપાસમાં સત્ય હકીકત છે તે સામે આવી છે. ગુજરત ફર્સ્ટે જ્યોતિબેન નામની મહિલા સાથે વાતચીત કરી અને આખી ઘટના કહી હતી અને આ મહિલાએ ભૂલ પણ સ્વીકારી લીધું હતું. ધોરાજી, ઉપલેટા વિસ્તારમાં અનેક પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાના આવેલા છે અને આવા તમામ કારખાનામાં વેસ્ટ પ્લાસ્ટિકને રિસાયકલિંગ કરીને ગઠ્ઠા, નાળા, પીવીસી પટ્ટી વિગેરે આઇટમો બનાવવામાં આવે છે. મજૂરો ગમેત્યાંથી પ્લાસ્ટિક શોધીને પછી સાફ કરીને કારખાને પહોંચાડતા હોય છે.  મોજ નદી કાંઠે રહેતા જ્યોતિબેન નામના એક મજૂર મહિલાએ આ વાત સ્વીકારી હતી કે તેમના દ્વારા બે-ત્રણ પ્લાસ્ટિક મોજ નદીના વહેતા વહેણમાં ધોવાતા પાણીમાં કેમિકલ અને કલરની અસર દેખાઈ હતી. પણ પછી તે ડરી જતાં ઘરે ચાલી ગઈ હોવાનું ત્યારે ગુજરાત ફર્સ્ટ ની ટીમ ને જણાવ્યું હતું. આમ,  એક મહિલાની હરકતથી નદીનું પાણી દૂષિત થયું હોવાની વાત બહાર આવતા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશો.સૂત્રોએ પણ રાહતનો દમ લીધો છે.
નદીમાં પ્રદૂષણ દેખાય એટલે જેતપુરના ઉદ્યોગને બદનામ કરાય છે 
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશો.ના પ્રમુખ જેન્તીભાઈ રમોલિયાએ જણાવ્યું હતું કે,જેતપુર સાડી ઉધ્યોગને હવે પોતાનો ફિલ્ટર પ્લાન્ટ હોવાથી કારખાનાનું પાણી ક્યાંય ખુલ્લામાં કે કોઈ જગ્યાએ છોડવાનો પ્રશ્ન ઊભો થતો નથી. છતાં જેતપુર આજુબાજુના તાલુકાના નદી-નાળામાં કોઈ પ્રદૂષણ દેખાય એટલે સીધી જેતપુરના સાડી ઉદ્યોગ સામે આંગળી ચીંધીને બદનામ કરવા કારસા કરાય છે. હકીકતમાં જે તે સમયે અને જે તે વિસ્તારમાં નદી કે નાળામાં ફેલાતા પ્રદૂષણ બાબતે ખરી તપાસ કરીને રજૂઆત કરનારાઓએ આગળ વધવું જોઈએ તેવું રામોલીયાએ જણાવ્યું હતું. જો કે આ પ્રશ્ને જ ધોરાજી - ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ સીધા આક્ષેપ જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સામે કરવામાં આવ્યા હતા. ત્યારે પણ ઉદ્યોગપતિઓમાં કચવાટ ફેલાયો હતો કે જાણી-જોઈને નિવેદન કરવામાં આવે તો સારું અને જેતપુરનો સાડી ઉદ્યોગ ઓછો બદનામ થાય.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×