Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતની શાળામાં ધો.11ની 40 વિદ્યાર્થીનીઓને જાણી જોઇને નાપાસ કરાઇ હોવાનો આરોપ 

અહેવાલ---આનંદ પટણી, સુરત  સુરતના અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામ શાળાની ધોરણ 11 સાયન્સની 40 જેટલી વિધાર્થીનીઓને આડકતરી રીતે નાપાસ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જેને લઈ આજ રોજ એબીવીપીની અધ્યક્ષતામાં વિધાર્થીનીઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મોરચો માંડી રી-ટેસ્ટની માંગ કરી છે....
સુરતની શાળામાં ધો 11ની 40 વિદ્યાર્થીનીઓને જાણી જોઇને નાપાસ કરાઇ હોવાનો આરોપ 
Advertisement
અહેવાલ---આનંદ પટણી, સુરત 
સુરતના અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામ શાળાની ધોરણ 11 સાયન્સની 40 જેટલી વિધાર્થીનીઓને આડકતરી રીતે નાપાસ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જેને લઈ આજ રોજ એબીવીપીની અધ્યક્ષતામાં વિધાર્થીનીઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મોરચો માંડી રી-ટેસ્ટની માંગ કરી છે.
શિક્ષકો પાસે ટ્યુશન ન લેવાના કારણે નાપાસ કરાઇ
અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામ શાળામાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી 40 જેટલી વિદ્યાર્થીનીઓને ઓપન હાઉસમાં ઓછા માર્ક્સ આવવાથી નાપાસ કરવામાં આવી છે.એબીવીપી અને વિધાર્થીનીઓ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે. વિધાર્થીનીઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો પાસે ટ્યુશન ન લેવાના કારણે આડકતરી રીતે પરીક્ષામાં ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે.ધોરણ દસમા જે વિદ્યાર્થીનીઓના સારા માર્ક્સ અને ટકાવારી આવી હતી,તે વિધાર્થીનીઓને ટાર્ગેટ કરી આડકતરી રીતે નાપાસ કરવામાં આવી છે.
શાળા સંચાલકો જિલ્લા શિક્ષણાધિકારી પર ખો થોપી રહ્યા છે
જો કે વિધાર્થીનીઓની વર્તણુંક સારી હોવા છતાં નાપાસ કરવામાં આવી છે.વિધાર્થીનીઓના વાલી અને એબીવીપી ના સુરત મહામંત્રી મનોજ જૈને આ મામલે જણાવ્યું છે કે શાળાને આ મામલે રજુઆત કરવામાં આવી છે. રી-ટેસ્ટ લેવાની જવાબદારી શાળાની છે. શાળા રી-ટેસ્ટ લેવા તૈયાર છે. પરંતુ શાળા સંચાલકો જિલ્લા શિક્ષણાધિકારી પર ખો થોપી રહ્યા છે.જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી લેખિતમાં સૂચના આપવામાં આવશે તો વિદ્યાર્થીનીઓની રી ટેસ્ટ લેવામાં આવશે તેવી વાત શાળા સંચાલકો કરી રહ્યા છે.છતાં પણ વાલીઓ અને વિદ્યાર્થીનીઓને સાથે રાખી જિલ્લા શિક્ષણાધિકારીને મળી આ મામલે રજુઆત કરવા આવ્યા છે.જ્યાં જિલ્લા શિક્ષણાધિકારીનો જવાબ લઈને જ તમામ લોકો પરત જઈશું.
Tags :
Advertisement

.

×