ANAND : કાયદાના રક્ષકે જ કાયદો નેવે મૂક્યો; હનીટ્રેપ ગોઠવી, અમદાવાદના વેપારી સામે રચ્યો કારસો..
અહેવાલ - યશદિપ ગઢવી, આણંદ આણંદ જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ખાખીની શાખને નુકશાન પહોચાડે તેવું કૃત્ય કર્યું છે. અમદાવાદના વહેપારીને સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી હની ટ્રેપમાં ફસાવવાના છટકામાં પોતેજ ફસાઈ ગયો હતો. આણંદમાં વધુ એક હની ટ્રેપનો...
Advertisement
અહેવાલ - યશદિપ ગઢવી, આણંદ
આણંદ જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ખાખીની શાખને નુકશાન પહોચાડે તેવું કૃત્ય કર્યું છે. અમદાવાદના વહેપારીને સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી હની ટ્રેપમાં ફસાવવાના છટકામાં પોતેજ ફસાઈ ગયો હતો.

આણંદમાં વધુ એક હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. આ વખતે રક્ષક જ ભક્ષક બની બે મહિલાઓ સાથે મળી અમદાવાદના વહેપારી સાથે ઘડયો હતો હની ટ્રેપનો કારશો.ભાલેજ જનરલ હોસ્પિટલ પાછળ બંધ મકાનમાં મહીલા સાથે અંગત પળો માણવા પહોંચેલા વહેપારી પાસે આણંદ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા વિષ્ણુ ચૌહાણ નામનો પોલીસ પહોચીને વહેપારીને હની ટ્રેપમાં ફસાવા કાવતરું રચિયું હતું. જેમાં રગઝગ કરી પૈસા લઇને વાત રફે દફે કરવા પૈસા લઇને પૂરું કરવા નક્કી કરીને ATM લઇ જવામાં આવ્યો હતો.

ત્યાં વેપારીએ હોબાળો કરતા ભાલેજ પોલીસ સ્થળ પર પહોંચી અને તેમાં જોઈ પોલીસ યુનિફોર્મમાં આવેલ વિષ્ણુ ચૌહાણ પણ સ્થળ પરથી પલાયન થઈ ગયો હતો. આ ભક્ષક વર્ધી પહેરીને જ પહોંચ્યો હતો. કોન્સ્ટેબલ ગુનાને અંજામ આપવા આવેલો જોઈને બે ઘડી ભાલેજ પોલીસ પણ અસમંજસમાં મુકાઈ ગઈ હતી, પરંતુ અમદાવાદના વહેપારીને પોલીસ મથકમાં લાવી પૂછપરછ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
આ પણ વાંચો -- જામનગરમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી ! વાહનો પર પેલેસ્ટાઈનના ઝંડા લગાવી કરાયું સમર્થન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement


