Gujarat માં પડશે બરફવર્ષા જેવી ઠંડી! બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે સર્જાશે મોટી ખાનાખરાબી
Cyclone in Gujarat : બંગાળની ખાડી પર એક નવુ જ સર્કુલેશન બની રહ્યું છે. જેના કારણે ગુજરાત ઉપરાંત અનેક રાજ્યોમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરતા જણાવ્યું કે, ઉત્તર ભારતમાં ધીરે ધીરે ઠંડી શરૂ થઇ રહી છે. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં હજી પણ વરસાદ પડી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દેશનું વાતાવરણ સતત બદલાઇ રહ્યું છે. જેના કારણે દરેક સિઝન આગળ પાછળ થઇ રહી છે. 2024 નું વર્ષ ખેડૂતો માટે ખુબ જ નુકસાનદાયક સાબિત થયું છે.
આ પણ વાંચો : દરિયામાં ડૂબી રહ્યો છે પ્રકૃતિના ખોળે આવેલો આ દેશ, જાણો તેનું નામ
ઠંડી માટે ગુજરાતે ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે
જો કે શિયાળાનો સમય આવી ચુક્યો હોવા છતા પણ હજી સુધી ઠંડી શરૂ નથી થઇ.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં બપોરે અંગ દઝાડતી ગરમી જોવા મળે છે. તો સવારે અને મોડી રાત્રે ઠંડીનો પણ અહેસાસ થાય છે. આવી બેવડી ઋતુના કારણે લોકો માંદગીનો સામનો કરી રહ્યા છે. બેવડી ઋતુથી અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં મોટુ તોફાન આવવાની આગાહી છે. જેના કારણે વરસાદ પડે તેવી શક્યતાઓ પણજોવાઇ રહી છે.
આ પણ વાંચો : Porbandar નજીકથી પસાર થતી એક શીપના રશિયન કેપ્ટનનો જીવ બચાવાયો, વાંચો આ અહેવાલ
બંગાળની ખાડીમાં પ્રેશરથી વાતાવરણમાં ઉલટફેર
બંગાળની ખાડીમાં દક્ષિણના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના અનેક રાજ્યોમાં હજી પણ વરસાદી વાતાવરણ છે. પહાડોમાં એકવાર હિમવર્ષા બાદગાઢ ધુમ્મસની સમસ્યા સર્જાઇ શકે છે. હવામાન વિભાગના અનુસાર દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર બાદ ઠંડીનો ચમકારોજોવા મળે તો નવાઇ નહીં.
આ પણ વાંચો : પોર્ન જોવાની લત રશિયાને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ હરાવશે! ઉત્તર કોરિયાના સૈનિકો...
આગામી 7 દિવસ વાતાવરણ સુકુ રહેશે
હવામાન વિભાગના અનુસાર આગામી 7 દિવસ સુધી વાતાવરણ સંપુર્ણપણે સુકુ રહેશે. રા્યમાં 5 દિવસ આ જ સ્થિતિ જળવાયેલી રહેશે.જેથી નાગરિકોએ હજી પણ અઠવાડીયુ દસ દિવસ સુધી બેવડી ઋતુ જ ભોગવવી પડશે. જો કે અંબાલાલ પટેલના અનુસાર આ વખતે ઠંડી મોડી જરૂર શરૂ થશે પરંતુ ઠંડી સામાન્ય કરતા વધારે રહેશે. 14 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બને તેવી સંભાવના છે. 17 થી 20 નવેમ્બરમાં અરબ સાગરમાં લોપ્રેશર કે ડિપ્રેશનની શક્યતા છે. ત્યાર બાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થશે.
આ પણ વાંચો : Ambaji નજીક ત્રિશુલિયા ઘાટ પર ફરી એકવાર લક્ઝરી બસને નડ્યો અકસ્માત
વિશાળ સર્કુલેશનના કારણે પડશે વરસાદ
બંગાળની ખાડીની દક્ષિણ પશ્ચિમમાં સાઇક્લોનિક સર્કુલેશન બનેલું છે. જે સમુદ્રની સપાટીથી 3.6 કિલોમીટર ઉપર સુધી ફેલાયેલું છે. તેના પ્રભાવથી બંગાળી ખાડીમાં આગામી કેટલાક કલાકોમાં લો પ્રેશર બને તેવી શક્યતા છે. આગામી બે દિવસ સુધીમાં તે તમિલનાડુ અને શ્રીલંકાના કાંઠા વિસ્તારો તરફ આગળ વધે તેવી શક્યતાને જોતા તેજ તોફાન સાથે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : અમિત શાહે JMM અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે કર્યો મોટો દાવો!
પૂર્વોત્તર અને દક્ષિણના અનેક રાજ્યોમાં વરસાદ
હવામાન વિભાગના અનુસાર 14 નવેમ્બર સુધી કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં વરસાદનું એલર્ટ અપાયું છે. કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનામથિટ્ટા, અલપુઝા, કોટ્ટાયમ, એર્નાકુલ, ઇડુકકીમાં યલો એલર્ટ અપાયું છે. પુડુચેરીના માહે, યનમ, કરાઇકલમાં વરસાદી એલર્ટ છે. કર્ણાટકના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે. એલર્ટના પગલે માછીમારોને કેરળ-લક્ષદ્વીપના તટ પર માછીમારી નહીં કરવા માટે સલાહ આપી છે. 9,10,11 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલમાં ભારે વરસાદની શક્યતા છે. 12,13 અને 14 નવેમ્બરે તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને આસપાસના વિ્તારમાં વરસાદની શક્યતાઓ દેખાઇ રહી છે.
હવામાન વિભાગના અનુસાર 8 થી 13 નવેમ્બર દરમિયાન પૂર્વોત્તરના નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કીમ, આસામ, મેઘાલય અને અરૂણાચલપ્રદેશ ઉપરાંત દક્ષિણના કેરળ, તમિલનાડુ, પુડુચેરીમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : Porbandar નજીકથી પસાર થતી એક શીપના રશિયન કેપ્ટનનો જીવ બચાવાયો, વાંચો આ અહેવાલ


