જામનગર : સેતાવાડમાં મકાન જમીનદોસ્ત થતાં દોડધામ, મોટી જાનહાની ટળી
જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં મઠફળીમાં ગઈ રાત્રે સામાન્ય વરસાદી ઝાપટાં પછી એક જુનું બે માળનું મકાન એકા એક ધરાશાયી થઈ ગયું હતું, જેથી ભારે દોડધામ મચી ગાઈ હતી. સદભાગ્યે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી તેમજ આસપાસના વિસ્તારમાં પણ કોઈ પસાર થતું ન હોવાથી જાનહાની ટળી હતી.
આ બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અધિકારી નીતિન દીક્ષિત અને યુવરાજસિંહ ઝાલા સહિતની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને લોકોની અવરજવરમાં નડતરરૂપ હોય તેવો મકાનનો કાટમાળ દૂર કરાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આજથી એક વર્ષ પહેલા મઢફળીમાં આજ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું. અને એક મહિલાનું મૃત્યુ થયું હતું. ત્યાં ગઈ રાત્રે વધુ એક મકાન ધસી પડ્યું છે, પરંતુ કોઈ જાનહાની થઈ ન હોવાથી રાહત ના સમાચાર છે.
આ પણ વાંચો : મહાઠગ કિરણ-માલિની પટેલનું વધુ કારસ્તાન, જાણો સમગ્ર મામલો


