Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જામનગર: છોટી કાશીમાં વધુ એક જધન્ય ઘટના, જનેતા પર કુપુત્રએ ગુજાર્યો બળાત્કાર

અહેવાલ : નથુ રામદા જામનગરમાં વધુ એક જધન્ય ઘટના સામે આવી છે. નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા કપાતર પુત્રએ પોતાની વાસનાનો કીડો માતા પર ઉતારી માતાને વાસનાની શિકાર બનાવી છે. આ ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી...
જામનગર  છોટી કાશીમાં વધુ એક જધન્ય ઘટના  જનેતા પર કુપુત્રએ ગુજાર્યો બળાત્કાર
Advertisement

અહેવાલ : નથુ રામદા

જામનગરમાં વધુ એક જધન્ય ઘટના સામે આવી છે. નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા કપાતર પુત્રએ પોતાની વાસનાનો કીડો માતા પર ઉતારી માતાને વાસનાની શિકાર બનાવી છે. આ ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે હાલ કપાતર પુત્ર પર ફરિયાદ દાખલ કરી અટકાયત કરવા કાર્યવાહી શરુ કરી છે.

Advertisement

પુત્રી પર પિતાનો બળાત્કાર, સગી બહેન પર ભાઈનું દુષ્કર્મ, આ બંને કિસ્સામાં ગર્ભાવસ્થા સુધીની ઘટના સામે આવી હતી. આ વાત છે છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરની, જામજોધપુર પંથકમાં સગા બાપે પુત્રી પર અને જામનગરમાં સગા ભાઈએ બહેન પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવ્યાનો કલંકિત ભૂતકાળ નજર સામે જ છે, ત્યારે વધુ એક જધન્ય ઘટના સામે આવી છે.

Advertisement

નવાગામ ધેડ વિસ્તારમાં રહેતા એક પરિવારના કપાતર પુત્રએ માતા પર વાસના કેન્દ્રિત કરી એક દિવસ પોતાના જ ઘરે માતા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના એક વખત ના રહેતા બીજી ત્રીજી વખત બનતા માતા મન મનમાં જ કણસતી રહેતી હતી. ગુમસુમ રહેતી માતાએ આ જધન્ય ઘટનાની વાત પોતાના પિયરમાં કહી હતી. ત્યારબાદ આ મામલો સીટી બી ડીવીજન પહોચ્યો હતો. પોલીસે તેણીના સગા પુત્ર સામે ફરિયાદ નોંધી કુપુત્રની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

માતા પરના પુત્રના દુષ્કર્મની ઘટના સમાન ઘટનાઓ અગાઉ પણ જામનગર જીલ્લામાં નોંધાઈ ચુકી છે જેમાં બે ઘટનાઓ એવી છે જેમાં પિતાનો પુત્રી પર બળાત્કાર, આ કેશમાં તો પિતાને સજા અને દંડ પણ કરાયો છે. બીજો બનાવ સગી બહેન પર ભાઈનો બળાત્કાર, નાના ભાઈએ મોટી બહેન પર દુષ્કર્મ ગુજારતા બહેન ગર્ભવતી બની હતી.

આ પણ વાંચો : દેશ અને વિદેશમાં બનેલી અકસ્માત અને કુદરતી આપદાની ઘટનાઓમાં સહાય અર્પણ કરતા મોરારીબાપુ

Tags :
Advertisement

.

×