Jamnagar: કાલાવડમાં ખેલ મહાકુંભમાં મોટો વિવાદ, પ્રથમ નંબર આવેલી વિદ્યાર્થીને ત્રણ વાર દોડાવી, તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ
- જામનગરના (Jamnagar) કાલાવડમાં ખેલમહાકુંભમાં મોટો વિવાદ
- 100મીટર દોડ ની સ્પર્ધા માં પ્રથમ નંબર જાહેરકર્યાં પછી થયો મોટો ખેલ!
- આ સ્પર્ધા માં પ્રથમ નંબર જાહેર થયેલી વિદ્યાર્થીની ત્રણ વખત દોડી હોવા છતાં ફરી દોડાવી
- આ વિદ્યાર્થીની તબિયત લથડતા રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાઈ
- સારવાર બાદ વિદ્યાર્થિનીએ માતાપિતા અને શાળાને કરી જાણ
- અન્યાયના આક્ષેપ સાથે વિદ્યાર્થિનીના પિતાએ માનવ આયોગને કરી જાણ
- કાલાવડની દિવ્યજ્યોત સ્કૂલમાં ખેલ મહાકુંભમાં કેમ ખેલ થયો તેને લઈ ચર્ચા
- અન્યાયના આક્ષેપ સાથે વિદ્યાર્થિનીના પરિજનોની આંદોલનની ચિમકી
Jamnagar: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની દિવ્યજ્યોત સ્કૂલમાં આયોજિત ખેલ મહાકુંભ દરમિયાન 100 મીટર દોડની સ્પર્ધામાં મોટો વિવાદ સર્જાયો છે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું અને એક વિદ્યાર્થિનીને પ્રથમ ક્રમાંક જાહેર કરવામાં આવ્યો. પરંતુ પછીથી જાણવા મળ્યું કે બે સ્પર્ધકો દોડમાં ભાગ લીધા વગર જ રહી ગયા હતા. આ કારણે આયોજકોએ આખી સ્પર્ધા રદ્દ કરી ફરીથી દોડાવવાનો નિર્ણય લીધો. આ અન્યાયભર્યા નિર્ણયથી પ્રથમ નંબર આવેલી વિદ્યાર્થીની ત્રણ વખત દોડી હોવા છતાં ફરી દોડાવું પડ્યું હતું. જેના કારણે આ વિદ્યાર્થીની તબિયત લથડતા રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી.
વિદ્યાર્થીની તબિયત લથડતા રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાઈ
અતિ પરિશ્રમને કારણે તેની તબિયત અચાનક લથડી અને તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને સારવાર બાદ વિદ્યાર્થિનીએ પોતાના માતા-પિતા તેમજ શાળાને આખી ઘટનાની જાણ કરી હતી. વિદ્યાર્થિનીના પિતાએ આ મામલે ગંભીર અન્યાય થયો હોવાનો આક્ષેપ કરતાં રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી છે, જેની તપાસ શરૂ થઈ છે.
વિદ્યાર્થિનીના પરિજનોની આંદોલનની ચિમકી
આ ઘટનાએ આયોજકો, રેફરી તેમજ જિલ્લા રમતગમત અધિકારીઓની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. કાલાવડની દિવ્યજ્યોત સ્કૂલમાં ખેલ મહાકુંભમાં કેમ ખેલ થયો તેને લઈ ચર્ચા ઉઠી છે. દોડમાં પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીની અન્યાય મુદે વિદ્યાર્થિનીના પરિવારજનોએ ન્યાય ન મળે તો આંદોલન કરવાની ચીમકી આપી છે. હાલ આ મામલે સ્થાનિક સ્ત્તાધીશો દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે.
Jamnagar | સ્પર્ધામાં પ્રથમ નંબર જાહેર
થયેલી વિદ્યાર્થિનીને ફરી દોડાવાઈ | Gujarat Firstજામનગરના કાલાવડમાં ખેલ મહાકુંભમાં મોટો વિવાદ
100 મીટર દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર જાહેર કર્યા પછી મોટો ખેલ!
સ્પર્ધામાં પ્રથમ નંબર જાહેર થયેલી વિદ્યાર્થિનીને ફરી દોડાવાઈ
બે સ્પર્ધક… pic.twitter.com/MrBzuVDVgF— Gujarat First (@GujaratFirst) November 27, 2025
નડીયાદમાં ખેલ મહાકૂંભમાં પણ હોબાળો
ઉલલેખનીય છે કે, ગઈ કાલે નડીયાદમાં ખેલ મહાકૂંભમાં પણ હોબાળો થયો હતો. જેમાં નડિયાદમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ચાલતી ગેમમાં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા હતા. કબડ્ડી રમવા આવેલા ગળતેશ્વરના ખેલાડીઓને અન્યાયનો આક્ષેપ કરવામાં આવ્યોહતો. ગળતેશ્વરના વાડદથી આવેલા કબડ્ડીના ખેલાડીઓ સાથે હથાપાઈની ઘટના બની હતી ત્યારે મેદાન ઉપર ફર્સ્ટ એડ કે ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ ન હતી જેથી ખેલાડીઓએ સ્થળ ઉપર જ લેખિતમાં રજુઆત કરી હતી.
નડીયાદમાં ખેલ મહાકૂંભમાં થયો હોબાળો
સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ચાલતી ગેમમાં ગેરરીતિના આક્ષેપ
કબડ્ડી રમવા આવેલા ગળતેશ્વરના ખેલાડીઓને અન્યાયનો આક્ષેપ
ગળતેશ્વરના વાડદથી આવેલા કબડ્ડીના ખેલાડીઓ સાથે હથાપાઈ
મેદાન ઉપર ફર્સ્ટ એડ કે ઇમરજન્સી સેવાઓ પણ ન હતી ઉપલબ્ધ
સ્થળ ઉપર જ ખેલાડીઓએ કરી… pic.twitter.com/ZqCk751IdF— Gujarat First (@GujaratFirst) November 26, 2025
આ પણ વાંચો: Bhavnagar: સામાન્ય બોલાચાલીમાં એક્સ આર્મીમેને કર્યું ફાયરિંગ, મામલો પોલીસ મથકે પહોંચ્યો


