Jamnagar : CM ભૂપેન્દ્ર પટેલના માનવતાસભર નિર્ણયની પ્રશંસા, દીકરીનાં પરિવારે મુલાકાત કરી માન્યો આભાર
- Jamnagar માં મુખ્યમંત્રીનાં માનવતાસભર નિર્ણયની થઈ પ્રશંસા
- પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી માન્યો આભાર
- CM એ પોતાનો કાર્યક્રમ સ્થળ બદલ્યો તે બદલ આભાર માન્યો
- અગાઉ પરમાર પરિવારે પુત્રીનાં લગ્ન માટે બુક કરાવ્યો હતો હોલ
Jamnagar : રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) આજે જામનગરની મુલાકાતે લીધી. તેમણે જામનગરવાસીઓને રૂ. 662 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી. દરમિયાન, જામનગરમાં દીકરીનાં લગ્ન પ્રસંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લાગણી અને સંવેદનાનાં દર્શન થયા હતા. જામનગરમાં મુખ્યમંત્રીનાં માનવતાસભર નિર્ણયની હવે ચોકોર પ્રશંસા થઈ રહી છે. પરમાર પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી આભાર માન્યો. CM એ પોતાનો કાર્યક્રમ સ્થળ બદલ્યો તે બદલ આભાર માન્યો હતો. અગાઉ પરિવારે પુત્રીનાં લગ્ન માટે હોલ બુક કરાવ્યો હતો.
આ પણ વાંચો - અમરેલીમાં BLO કામગીરીના ભારથી ત્રસ્ત શિક્ષકની રાજીનામાની ચીમકી : "જીવન પર જોખમ તો જવાબદારી તમારી"
CM ભૂપેન્દ્ર પટેલનાં નિર્ણય માટે પરિવારે આભાર માન્યો
જામનગરમાં (Jamnagar) ચાર માસ પૂર્વે પરમાર પરિવારે દીકરીનાં લગ્ન પ્રસંગને લઈ મહાનગરપાલિકા હસ્તકનો ટાઉન હોલ બુક કરાવ્યો હતો. જો કે, બીજી તરફ મુખ્યમંત્રી કાર્યાલયથી 24 મી તારીખનો જામનગર પ્રવાસ નિર્ધારિત થયો હતો. આથી, 21 મી નવેમ્બરનાં રોજ પરિવારને જણાવી દેવાયું કે જગ્યા ખાલી કરી દેજો. આથી, ચિંતાતૂર પરિવારે CMO જાણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) તરફથી તુરંત જ સંવેદના મળી હતી અને દીકરીનાં કાકાને ફોન કરી કહ્યું કે, અમે જ સ્થળ બદલી નાખીએ છીએ. મુખ્યમંત્રીનાં આ માનવતાસભર નિર્ણયની હવે ચોકોર પ્રશંસા થઈ રહી છે. માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પરમાર પરિવારે મુલાકાત કરી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો - Surat BLO Death: સુરતમાં વધુ એક BLOનું શંકાસ્પદ મોત, બાથરૂમમાંથી મહિલા બેભાન મળી હતી
Jamnagar માં રૂ.662 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી
જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરનાં પ્રવાસ દરમિયાન રૂ. 662 કરોડના વિકાસકાર્યોની (Development Works) ભેટ આપી. મુખ્યમંત્રીએ રૂ. 487 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ કામોનું લોકાર્પણ પણ કર્યું. સાથે જ સૌરાષ્ટ્રનાં સૌથી લાંબા ફ્લાઈ ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કર્યું. ઉપરાંત, 226 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
આ પણ વાંચો - ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાની નવીન મૉડ્સ ઑપરેન્ડીનો પર્દાફાશ, Mundra Port ખાતેથી 2.97 કરોડનો શરાબ SMC એ કર્યો કબજે