જામનગર: કાલાવડ અને લાલપુરમાં વીજ કરંટથી ખેતમજૂર અને ખેડૂતનું મોત, બે ઘાયલ
- જામનગર: કાલાવડ અને લાલપુરમાં વીજ કરંટથી ખેતમજૂર અને ખેડૂતનું મોત, બે ઘાયલ
- કાલાવડના ગુંદા ગામે જીવંત વીજ વાયર પગને સ્પર્શી જતા શ્રમિકનું અકાળે મૃત્યુ
- લાલપુરમાં ઉગમણી સીમમાં મોટર કાઢતી વેળાએ તૂટેલ જીવંત વીજ વાયર લોખંડની ઘોડી પર પડતા પ્રૌઢ ખેડૂતને જીવલેણ વીજ કરંટ લાગ્યો, અન્ય બે સભ્યો દાજી જતા જામનગર ખસેડાયા
જામનગર: જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વીજ કરંટની બે દુઃખદ ઘટનાઓએ શોકનું મોજું ફેલાવ્યું છે. કાલાવડ તાલુકાના ગુંદા ગામે 16 વર્ષીય ખેતમજૂર કિશોરનું અને લાલપુર તાલુકાના ઉગમણી સીમમાં 54 વર્ષીય ખેડૂતનું વીજ શોકથી મૃત્યુ થયું છે. આ ઉપરાંત, લાલપુરની ઘટનામાં અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
જામનગર જીલ્લામાં વીજ કરંટથી એક ખેત મજુર અને એક પ્રૌઢ ખેડૂતના મૃત્યુ નીપજ્યા છે. જિલ્લાના કાલાવડ તાલુકાના ગુંદા ગામે જીવંત વીજ વાયર પગને સ્પર્શી જતા કિશોર શ્રમિકનું અકાળે મૃત્યુ થયું છે. જયારે લાલપુર તાલુકા મથકે ઉગમણી સીમમાં મોટર કાઢતી વેળાએ તૂટેલ જીવંત વીજ વાયર લોખંડની ઘોડી પર પડતા પ્રૌઢ ખેડૂતને જીવલેણ વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અન્ય બે સભ્યોને વીજ સોક લગતા દાજી ગયા હતા અને જામનગર હોસ્પિટલ ખસેડાયા છે.
જામનગર જીલ્લામાં વીજ કરંટથી છેલ્લા 24 કલાકમાં ખેત શ્રમિક અને ખેડૂતના મૃત્યુ નીપજયા છે. કાલાવડ અને લાલપુર પંથકમાં ઘટેલ ઘટનાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ગુંદા ગામે અર્જુનસિંહ ઉમેદ્શિંહ જાડેજાની વાડીએ છેક રાજસ્થાનના જીલાસવાળા જીલ્લાના કુશલગઢ તાલુકાના ઉમરજોખા ગામથી એક પરિવાર ખેત મજુરી કામે આવ્યો છે. ગઈ કાલે શ્રમિક પરિવારનો 16 વર્ષીય ખેતશ્રમિક કિશોર ઇલીયાસ જીથરાભાઈ મહીડા પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો ત્યારે જમીન પર પડેલ ખુલ્લો વાયર તેના ડાબા પગે અડી જતા જોરદાર વીજ શોક લાગયો હતો જેમાં સખ્ત રીતે દાઝી જતા ઇલીયાસ સ્થળ પર જ બેભાન થઇ ગયો હતો દરમિયાન સારવારમા સરકારી હોસ્પિટલ કાલાવડ ખાતે લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરએ કિશોરને તપાસી મરણ ગયેલાનુ જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.
આ પણ વાંચો-SMC Raid : પોરબંદરના રાણાવાવમાં દારૂની ભઠ્ઠી પર SMCના દરોડા, 1500 લીટર દેશી દારૂ જપ્ત
સારવાર દરમિયાન મોત
જયારે બીજો બનાવ લાલપુર તાલુકા મથકે આવેલ ઉગમણી સીમમાં બન્યો હતો જેની વિગત મુજબ, તાલુકા મથકે ચાર થાંભલા વિસ્તારમાં રહેતા પંકજભાઇ શામજીભાઇ પાડલીયા (ઉ.મ 54) ગઈ કાલે પોતાની વાડીએ પાણીની મોટર કાઢતા હતા ત્યારે જીવતો વીજ વાયર મોટર કાઢવાની લોખંડની ઘોડી પર પડયો હતો. જેને લઈને પંકજભાઈને વીજશોક લાગયો હતો, જેને લઈને કામ કરતા અન્ય સભ્યોએ પંકજભાઈને તાત્કાલિક તાલુકા મથકે હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં તેનું સારવાર હેઠળ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવમાં અન્ય બે સભ્યો પર દાજી ગયા હતા જેઓને જામનગર ખાતે જીજી હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં બંન્નેની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ખરીફ સીજન દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રાંતમાં પાકમાં દવા છાંટતી વેળાએ વિપરીત અસર, વીજ સોક અને ભૂલથી દવા મિશ્રિત પાણી પી જવાથી તેમજ સર્પ દંશથી ખેડૂતો અને ખેત મજુરોના મૃત્યુના બનાવો વધતા હોય છે ત્યારે ગઈ કાલે જામનગર જીલ્લામાં આવા જ બે અપમૃત્યુના બનાવોએ ખેત મજુર પરિવાર અને ખેડૂત પરિવારમાં શોકનું મોજું જન્માવ્યું હતું.
ખરીફ સીઝન દરમિયાન સૌરાષ્ટ્રમાં વીજ કરંટ, દવા છાંટવાની વિપરીત અસર, સર્પ દંશ અને ભૂલથી ઝેરી દવા પી જવાના કારણે ખેડૂતો અને ખેતમજૂરોના મૃત્યુના બનાવો વધે છે. જામનગર જિલ્લામાં આવી ઘટનાઓ પણ અગાઉ નોંધાઈ છે, જેમાં નવાગામમાં ખેડૂત યુવાનનું વીજ શોકથી મૃત્યુ, ચેમ્બર કોલોનીમાં ઝાડ કાપતી વખતે યુવાનનું મૃત્યુ, અને અંબર સિનેમા પાસે વીજ વાયરિંગ દરમિયાન અમદાવાદના યુવાનનું મોત થયું હતું. આ ઘટનાઓ વીજ વાયરોની જાળવણી અને સલામતીના ધોરણો પર સવાલો ઉભા કરે છે.


