Jamnagar: Rivaba Jadeja ના વરદ હસ્તે અદ્યતન લાઈબ્રેરી બનાવવાનું ખાતમુર્હુત કરાયું
- MLA Rivaba Jadeja ની ગ્રાન્ટ માંથી ૩૦ લાખના ખર્ચે લાઇબ્રેરીનું થશે નિર્માણ
- Jamnagar માં 'મહારાણા પ્રતાપ લાઇબ્રેરી' નું ખાતમુહૂર્ત કરાયું
- આ લાઇબ્રેરીમાં હશે એસી. સહિતની સુવિધા યુક્ત અત્યાધુનિક સુવિધા
જામનગર: જામનગર ના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓ પોતાના મત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ખાસ ચિંતિન કરીને પરીક્ષાલક્ષી અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વાંચનનું સ્થળ મળી રહે, તેવા ઉદ્દેશ્યથી વોર્ડ નંબર -૨ માં ગંગેશ્વર મહાદેવ ના મંદિર નજીક આવેલા કોમન પ્લોટ માં એ.સી. સહિતની તમામ સુવિધાઓથી સુસજ્જ એવા મહારાણા પ્રતાપ પુસ્તકાલય બનાવવા માટેની યોજના ઘડી કાઢી હતી, અને તેના અનુસંધાને ધારાસભ્યની ૧૦૦ ટકા ગ્રાન્ટ માંથી રૂપિયા ૩૦ લાખના ખર્ચે નવા પુસ્તકાલય નું નિર્માણ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે.
MLA Rivaba Jadeja ની ગ્રાન્ટ માંથી નિર્ણાણ કરાશે લાઇબ્રેરી
જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના કોમ્પિટિટિવ પરીક્ષા (સરકારી)ની તૈયારી કરતા વિધાર્થીઓ અને નાગરિકોને પોલીસ ભરતી સહિતની ઉચ્ચ અભ્યાસક્રમ ના પુસ્તકો વગેરેના વાંચન માટે પુસ્તકો સહિતની સુવિધા સભર યોગ્ય સ્થળ મળી રહે, તેવા ઉમદા હેતુ થી ધારાસભ્ય રિવાબા જાડેજાની વર્ષ ૨૦૨૩-૨૪ ની માર્ગ અને મકાન વિભાગ ની સ્પેશિયલ ૧૦૦ ટકા ગ્રાન્ટ માંથી આશરે રૂપિયા ૩૦ લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજજ તેમજ એર કન્ડિશનની સુવીધા સહિતના મહારાણા પ્રતાપ પુસ્તકાલય નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત ગઈકાલે મંગળવાર તારીખ ૧૨.૮.૨૦૨૫ ના સાંજે પાંચ કલાકે વોર્ડ નંબર બે માં મચ્છર નગર વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવ ના મંદિર નજીક આવેલા કોમન પ્લોટમાં રાખવામાં આવ્યું હતું.
MLA Rivaba Jadeja એ કર્યું ખાતમુર્હૂત
જે ખાતમુહૂર્ત ના પ્રસંગમાં ઉત્તર વિધાનસભા વિસ્તાર ના ધારાસભ્ય રિવાબા જાડેજા ની સાથે નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ), જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, કૃપાબેન ભારાઈ, કિશનભાઈ સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા, જસુબા ઝાલા, પ્રભાબેન ગોરેચા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, નગર ના પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, શહેર ભાજપ ના વોર્ડ પ્રમુખ- મહામંત્રીઓ તથા રાજપુત સમાજના અગ્રણીઓ અને સ્થાનિક વોર્ડના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે સર્વેની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિની સાથે નવા પુસ્તકાલયનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.જે સર્વેનું ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અભિવાદન કરાયું હતું.
અહેવાલ : નાથુ રામડા
આ પણ વાંચો: Junagadh : મેંદરડા વાડી વિસ્તારમાં જુગારધામ પર દરોડા, 40 જુગારીઓની ધરપકડ


