Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ગર્ભવતી પત્નીને હેવાન પતિએ ઢોર માર માર્યો, ગર્ભમાં રહેલ 5 માસનાં માસૂમનું મોત

ક્રૂર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવતા દરબારગઢ પોલીસ ચોકીનાં સ્ટાફે આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
jamnagar   ગર્ભવતી પત્નીને હેવાન પતિએ ઢોર માર માર્યો  ગર્ભમાં રહેલ 5 માસનાં માસૂમનું મોત
Advertisement
  1. જામનગરનાં પ્રભાતચોકની ઘટનાત, હેવાન પતિનું અમાનુષી વર્તન (Jamnagar)
  2. જમવાની બાબતે ગર્ભવતી પત્નીને પતિએ ઢોર માર્યો હોવાનો આરોપ
  3. ગર્ભવતી પત્નીને માર મારતા પાંચ માસનાં ગર્ભમાં બાળકનું મોત
  4. પતિ લક્ષ્મણ સોલંકી સામે ફરિયાદ, પોલીસે અટકાયત કરી કાર્યવાહી આદરી

Jamnagar : જામનગરમાં હેવાન પતિએ ગર્ભવતી પત્ની સાથે અમાનુષી વર્તન કર્યું હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. જમવાનું બનાવવામાં ગર્ભવતી પત્નીથી કોઈ ભૂલ થઈ જતાં નિર્દય પતિએ ઢોર માર માર્યો હતો. ગર્ભવતી પત્નીને માર મારતા ગર્ભમાં રહેલ 5 માસનાં બાળકનું મોત નીપજ્યું છે. આ મામલે ક્રૂર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવતા દરબારગઢ પોલીસ ચોકીનાં (Darbargarh Police Chowki) સ્ટાફે આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Naina Vavadiya Case : CM ને પત્ર, લખ્યું- 'આવું કૃત્ય કરનારાઓમાં ભય ઊભો કરવો જરૂરી..!'

Advertisement

જમવાની બાબતે ગર્ભવતી પત્નીને પતિએ ઢોર માર્યો હોવાનો આરોપ

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર શહેરનાં (Jamnagar) પ્રભાતનગરમાં હેવાન પતિની ક્રૂરતાએ એક એવા માસૂમ બાળકનો ભોગ લીધો છે, જેણે હજું દુનિયા પણ જોઈ નહોતી. ફરિયાદ મુજબ, શહેરનાં પ્રભાતનગરમાં લક્ષ્મણ સોંલકી નામનો શખ્સ પરિવાર સાથે રહે છે. લક્ષ્મણ સોલંકીની પત્ની ગર્ભવતી છે. તેણીને પાંચ માસનો ગર્ભ હતો. દરમિયાન, જમવાનું બનાવવામાં ગર્ભવતિ પત્નીથી સામાન્ય ભૂલ થઈ જતાં નિર્દય પતિ લક્ષ્મણ સોલંકી ખૂબ જ ઉશ્કેરાયો હતો અને તેણીને ઢોર માર માર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Sarkhej Roza : ઐતિહાસિક સરખેજ રોઝાના ગુંબજ પરથી ચોરાયેલા પ્રાચીન કળશને ક્રાઈમ બ્રાંચે શોધી કાઢ્યો

ગર્ભવતી પત્નીને માર મારતા 5 માસનાં ગર્ભમાં બાળકનું મોત

આરોપ છે કે ગર્ભવતી પત્નીને પતિ લક્ષ્મણે નિર્દયતાથી ઢોર માર મારતા તેણીનાં ગર્ભમાં રહેલ માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. આ મામલે, પત્નીએ સીટી એ ડિવિઝનમાં (CT A Division Police) ફરિયાદ નોંધાવી હતી. પીડિત પત્નીની ફરિયાદ બાદ દરબારગઢ પોલીસ ચોકીનાં સ્ટાફે કાર્યવાહી કરી આરોપી પતિની અટકાયત કરી છે. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોતાનાં વહાલસોયા કે જેનો હજું જન્મ પણ નહોતો થયો તેને ગુમાવતા માતા પર આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad : ટ્રાફિક નિયમના ભંગ સામે હાઈકોર્ટનું કડક વલણ, પોલીસને કાર્યવાહીનો આદેશ

Tags :
Advertisement

.

×