Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : શહેરના તમામ બ્રીજની સર્વેની કામગીરી હાથ ધરાઈ અને સમરકામના હૂકમ અપાયા

કમિશ્નરે જામનગ૨ને જોડતા તથા શહે૨ના આંતરિક પુલોનું ટીમ સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કર્યું
jamnagar   શહેરના તમામ બ્રીજની સર્વેની કામગીરી હાથ ધરાઈ અને સમરકામના હૂકમ અપાયા
Advertisement

Jamnagar : જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી ડી. એન. મોદી દ્વારા ટીમને સાથે રાખીને શહેરના તમામ બ્રીજની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહે૨ના મુખ્ય તથા આંતરિક રસ્તાઓના રીપેરીંગ માટે ઝુંબેશ હાથ ધરી કામ ક૨વા માટે કમિશ્નરશ્રીએ પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ, સીવીલ શાખા, ભૂગર્ભ ગટર શાખા, વોટર વર્કસ શાખાને સૂચના આપી હતી.

કમિશ્નરશ્રી Commissionerએ જામનગ૨ Jamnagar શહે૨ને જોડતા દરેક એન્ટ્રી પોઈન્ટના બ્રીજનું સર્વેક્ષણ હાથ ધર્યું હતું. જેમા ગુલાબનગર, સુભાષબ્રીજ, નવનાલા બ્રીજ, રેલ્વે ઓવર બ્રીજ તથા ધુંવાવ થી ખીજડીયા બાયપાસ રૂટ ઉપરના રીવર બ્રીજનું નિરીક્ષણ ક૨વામા આવ્યું અને માઈનોર રીપેરીંગની જરૂરિયાત મુજબ સૂચના આપી હતી. તેઓએ રૂબરૂમાં જઈ શહે૨ના મુખ્ય અને આંતરિક ૨સ્તાઓનું ચેકિંગ કરી લગત વિભાગોને રીપેરીંગ, પેચવર્ક માટે, વેટમીક્ષ, હોટમીક્ષ પ્લાન્ટથી ડામર પેચવર્ક તથા કોલ્ડમીક્ષ, જેટ પેચીંગ ઈમક્શન પધ્ધતિથી ઝુંબેશના સ્વરૂપમા કામગીરી કરવા જણાવ્યુ હતું.

Advertisement

આ પણ વાંચો: VADODARA જિલ્લામાં માર્ગો ઉપર બનેલા 115 પૂલોની ચકાસણી કરાઇ

Advertisement

Tags :
Advertisement

.

×