ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jantri Rate in Gujarat : 1 લી એપ્રિલથી નવી જંત્રીનો અમલ થશે ? આવ્યા મહત્ત્વનાં સમાચાર

અગાઉ સરકારને જંત્રી વધારવા માટે 1700 જેટલા સૂચનો મળ્યા હતા.
05:36 PM Mar 31, 2025 IST | Vipul Sen
અગાઉ સરકારને જંત્રી વધારવા માટે 1700 જેટલા સૂચનો મળ્યા હતા.
Jantri_Gujarat_first main
  1. રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને મહત્ત્વના સમાચાર (Jantri Rate in Gujarat)
  2. રાજ્યમાં 1 એપ્રિલથી નવી જંત્રીનો અમલ નહીં થાય!
  3. અપૂરતા ડેટા, સ્ટેમ્પ પેપરની બેફામ ખરીદી, બિલ્ડરોમાં નારાજગીને કારણે નિર્ણય મોકૂફ
  4. નવેમ્બર-2024 માં જંત્રીનાં ભાવ વધારાની કરાઈ હતી જાહેરાત

Gandhinagar : રાજ્યમાં જંત્રીનાં નવા દરોની અમલવારીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. 1 એપ્રિલથી રાજ્યમાં નવી જંત્રીની (Jantri Rate in Gujarat) અમલવારી થવાની છે એવી ચર્ચાઓ વચ્ચે હવે જંત્રીનાં નવા દરો લાગુ કરવામાં હજું પણ વિલંબ થવાનાં સમાચાર સામે આવ્યા છે. અપૂરતા ડેટા, સ્ટેમ્પ પેપરની બેફામ ખરીદી, બિલ્ડરોમાં નારાજગી સહિતનાં વિવિધ કારણોસર સરકાર દ્વારા આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad: ઓઢવમાં પોલીસે ડિટેઈન કરેલ વાહનોમાં લાગી આગ, નુકસાનની ભરપાઈ કોણ કરશે? જુઓ વીડિયો

રાજ્યમાં 1 એપ્રિલથી નવી જંત્રીનો અમલ નહીં થાય!

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં જંત્રીના નવા દરો લાગુ કરવામાં હજું વિલંભ થઈ શકે છે. ચર્ચા હતી કે 1 લી એપ્રિલથી રાજ્યમાં જંત્રીનાં નવા દરો લાગુ કરવામાં આવશે. પરંતુ, હવે એવા સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં 1 એપ્રિલથી નવી જંત્રીનો અમલ નહીં થાય. અપૂરતા ડેટા, સ્ટેમ્પ પેપરની બેફામ ખરીદી, બિલ્ડર સમુદાયમાં નારાજગી સહિતનાં વિવિધ કારણોસર આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, સરકાર દ્વારા નવેમ્બર-2024 માં જંત્રીના ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Ahmedabad : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે હવે VHP મેદાને, સાધુ-સંતોને એકઠા કરશે!

સરકારને અનેક સૂચનો મળતાં નવા દરોનું અમલીકરણ મોકૂફ

અગાઉ પણ સરકારને અનેક સૂચનો મળતાં નવા જંત્રીના દરો લાગુ (Jantri Rate in Gujarat) કરવામાં વિલંબ થઈ શકે છે તેવા સમાચાર આવ્યા હતા. સરકારને (Gujarat Government) જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો, જંત્રી ઘટાડા માટેના 6 હજારથી વધુ વાંધા સૂચનો, જ્યારે જંત્રી વધારવા માટે 1700 જેટલા સૂચનો મળ્યા હતા. આથી, રાજ્યમાં જંત્રીના નવા દરો લાગુ કરવા અંગે સરકાર દ્વારા સમીક્ષા કરવા વધુ સમય લાગી શકે છે.

આ પણ વાંચો - VADODARA : કુબેર ભંડારી મંદિરમાં પુજારીના સહપરિવાર ધરણાં

Tags :
CM Bhupendra PatelGandhinagarGujarat Builders AssociationGUJARAT FIRST NEWSGujarat GovernmentJantri Rate in GujaratStamp dutyTop Gujarati News
Next Article