Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઝૂલેલાલ મંદિર ભારત-પાકિસ્તાન અને સમગ્ર વિશ્વમાં વસતા સિંધી સમાજનું આસ્થાનું કેન્દ્ર

ભગવાન ઝુલેલાલના ( Jhulelal ) જન્મોત્સવ એટલે કે, ચેટીચંદના પર્વની સિંધી સમાજ દ્વારા નવ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભરૂચમાં વસતા સિંધી સમાજ દ્વારા પણ આજરોજ ચેટીચંદના પર્વની ઉજવણી નિમીત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યું હતું....
ઝૂલેલાલ મંદિર ભારત પાકિસ્તાન અને સમગ્ર વિશ્વમાં વસતા સિંધી સમાજનું આસ્થાનું કેન્દ્ર
Advertisement

ભગવાન ઝુલેલાલના ( Jhulelal ) જન્મોત્સવ એટલે કે, ચેટીચંદના પર્વની સિંધી સમાજ દ્વારા નવ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભરૂચમાં વસતા સિંધી સમાજ દ્વારા પણ આજરોજ ચેટીચંદના પર્વની ઉજવણી નિમીત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યું હતું.

ભરૂચમાં નર્મદા નદીના કિનારે ભગવાન ઝુલેલાલનું ( Jhulelal ) મંદિર આવેલું છે. આ મંદિરમાં જે જ્યોત પ્રગટે છે એ જ્યોત વર્ષ 1947માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી લાવવામાં આવી હતી. ભારત- પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આ જ્યોત ભરૂચ આવી હતી અને ત્યારથી તે અખંડ રીતે પ્રગટે છે જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટયા હતા અને ચેટીચંદના પર્વની ઉજવણી કરી હતી.

Advertisement

Advertisement

અખંડ જ્યોતના દર્શન માત્રથી લોકોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે ત્યારે આસ્થારૂપી જ્યોતના લોકોએ દર્શન કર્યા હતા.જયારે સિંધી સમાજના ધર્મ ગ્રંથને ગુરુજી દ્વારા ઝૂલેલાલ મંદિરમાં અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભરૂચનાં વર્તમાન 26 માં ગાદેશ્વર પૂજય ઠકુર સાંઇ મનીષલાલજી એ ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે આ મંદિર વર્ષો જૂનું અને મંદિર સ્થિત જ્યોત 1007 વર્ષથી પર્વજલિત છે જે આધારે ઇડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ આ પવિત્ર સ્થળ ને સ્થાન પણ મળ્યું છે જે સિંધી સમાજ માટે ગર્વની વાત છે.

અહેવાલ : દિનેશ મકવાણા 

આ પણ વાંચો : Gondal : હેડ કોન્સ્ટેબલે રાહદારી યુવકનો જીવ બચાવ્યો

આ પણ વાંચો : VADODARA : પત્નીની જાણ બહાર પતિએ ક્લિક કર્યા નગ્ન ફોટો, કહેતા જવાબ મળ્યો “આવું તો ચાલ્યા કરે”

Tags :
Advertisement

.

×