Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar ના લાલપુર તાલુકાના જોગવડ ગામ કોલેરાગ્રસ્ત જાહેર, ગામમાં કોલેરાનો પોઝિટીવ કેસ મળતા લેવાયો નિર્ણય

Jamnagar ના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયો છે, જેનો ફેલાવો રોકવા માટે પ્રશાશને જાહેરનામું બહાર પાડ્યું છે
jamnagar ના લાલપુર તાલુકાના જોગવડ ગામ કોલેરાગ્રસ્ત જાહેર  ગામમાં કોલેરાનો પોઝિટીવ કેસ મળતા લેવાયો નિર્ણય
Advertisement
  • Jamnagarના જોગવડ કોલેરાગ્રસ્ત જાહેર
  • જોગવડ ગામમાંથી કોલેરાનો પોઝિટિવ કેસ મળ્યા
  • કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

Jamnagar જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય તંત્રની દરખાસ્તના પગલે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી ગામની આસપાસનો બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી ચોક્કસ એસઓપી જાહેર કરવામાં આવી છે. કોલેરાને આગળ વધતો અટકાવવા માટે પ્રસાનસ દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જેનો ફેલાવો અટકાવવા માટે તથા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત અને તેની આજુબાજુનો 2 કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હોવાનું જાહેરનામું જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

Jamnagar જોગવડ ગામ  કોલેરાગ્રસ્ત

નોંધનીય છે કે જાહેરનામા મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગર તરફથી મળેલ દરખાસ્ત અન્વયે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી કોલેરાનો પ્રોઝિટીવ કેસ નોંધાયેલ હોવાથી આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા અને તેની આજુબાજુના 2 કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે દરખાસ્ત મળેલી છે. તેથી કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ નંબર 3 ઓફ 1897 અન્વયે જોગવડ ગામને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે અને તેની આસપાસના 2 કી.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.આ વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, લાલપુરની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્તિ કરી નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એનાયત કરવામાં આવી છે.

Advertisement

Jamnagar કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

ઉલેખનીય છે કે જયારે જયારે કોઈ ગામમાંથી કે શહેરી વિસ્તારમાંથી કોલેરાનો એક પણ કેસ સામે આવે છે ત્યારે ત્યારે તંત્ર દ્વારા જે તે ગામ અથવા શહેરી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી યોગ્ય સર્વે અને ચિકિત્સા હાથ ધરવામાં આવે છે. જોગવડ ગામે કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ અહી ગામમાં આરોગ્ય તંત્ર દ્વારા સમયાંતરે ચોક્કસ કાળજી અને સર્વે સહિતની કાર્યવાહી કરવામાં આવશે જ્યાં સુધી જાહેર થયેલ દર્દી સંપૂર્ણ સ્વસ્થ નહી થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે, આ જાહેરનામનો નાગરિકોએ પણ ચુસ્ત અમલ કરવાનો રહેશે જેથી બીમારીને આગળ વધતી અટકાવી શકાય.

Advertisement

અહેવાલ: નાથુરામ આહિર, જામનગર

આ પણ વાંચો: Gandhinagar : મજૂરી કામ કરતા 3 યુવક સુઘડ નર્મદા કેનાલમાં ડૂબ્યા, 2 નાં મોત 

Tags :
Advertisement

.

×