ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh જીલ્લા અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની વરણી, જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરાઈ જાહેરાત

જૂનાગઢ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશની સૂચનાથી ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે હરેશભાઈ ઠુંમર, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે...
11:01 PM Sep 12, 2023 IST | Dhruv Parmar
જૂનાગઢ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશની સૂચનાથી ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે હરેશભાઈ ઠુંમર, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે...

જૂનાગઢ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશની સૂચનાથી ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે હરેશભાઈ ઠુંમર, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ કણસાગરા, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકે દિલીપભાઈ સિસોદિયા અને જીલ્લા પંચાયત શાસક પક્ષના નેતા તરીકે લાભુબેન ગુજરાતીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મંજુલાબેન ઠુંમર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે મધુબેન પાથર અને તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે ભરતભાઈ દોમડીયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.

જીલ્લાની ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હરસુખભાઈ કથીરીયા અને ઉપપ્રમુખ તરીકે રેખાબેન શીલુ,કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે માલતીબેન ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે જયતાભાઈ સીસોદીયા, માળીયાહાટીના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નયનાબેન લાડાણી અને ઉપપ્રમુખ તરીકે રણજીતસિંહ યાદવ, માણાવદર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે રમાબેન ઝાલાવડીયા અને ઉપપ્રમુખ તરીકે સુનીલભાઈ ડાંગર, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પ્રિતીબેન ડાભી ઉપપ્રમુખ તરીકે રાણીબેન કોડીયાતર, વંથલી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હર્ષાબેન કોટડીયા ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ હુંબલ, વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે રેખાબેન સરસીયા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ કોટડીયા તથા મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે દયાબેન મકવાણા અને ઉપપ્રમુખ તરીકે કૈલાશબેન ખુમાણ ના નામની જાહેરાત કરવામાં આવી હતી. જાહેર કરાયેલા ઉમેદવારો આજે ફોર્મ ભરશે અને આવતીકાલે જનરલ બોર્ડ બાદ વિધિવત ચાર્જ સંભાળશે.

અહેવાલ : સાગર ઠક્કર, જુનાગઢ

આ પણ વાંચો : પોલીસ જવાનોના હિત અને કલ્યાણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરવા એ આપણા સૌનું નૈતિક કર્તવ્ય : Harsh Sanghvi

Tags :
BJPBJP officeCongressGujaratJunagadhJunagadh NewspanchayatPolitics
Next Article