Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh: કેશોદના પીપળી ગામના સરપંચે યુવાનને ધમકાવ્યો, વીડિયો વાયરલ

Junagadh: પીપળી ગામના સરપંચે ગામના યુવક સાથે ગેરવર્તન અને અપશબ્દો ઉપયોગ કરીને તેને ધુત્કારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે
junagadh  કેશોદના પીપળી ગામના સરપંચે યુવાનને ધમકાવ્યો  વીડિયો વાયરલ
Advertisement

  • Junagadh કેશોદના પીપળી ગામના સરપંચની દાદાગીરી
  • યુવાને માહિતી માંગતા સરપંચ બોલ્યા અપશબ્દો
  • ગામના યુવાને માત્ર ગ્રામસભાની માંગી હતી માહિતી
  • ગામના સરપંચે ઉશ્કેરાઈને યુવક સાથે કર્યુ ગેરવર્તન
  • સમગ્ર બોલાચાલીનો વીડિયો સો.મીડિયામાં થયો વાયરલ

કેશોદના પીપળી ગામના સરપંચની દાદાગીરીના મોટા સમાચાર સામે આવ્યા છે. પીપળી ગામના સરપંચે ગામના યુવક સાથે ગેરવર્તન અને અપશબ્દો ઉપયોગ કરીને તેને ધુત્કારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગામના સરપંચે ગ્રામસભાની માહિતી માંગનાર યુવાન સાથે મન્સવી વર્તન કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે સરપંચની દાદાગીરી અને ઉગ્ર વર્તન ચર્ચાનો વિષય બન્યો છે.

Junagadh કેશોદના પીપળી ગામના સરપંચનો વીડિયો વાયરલ

Advertisement

પીપળી ગામના એક યુવાને સરપંચ પાસે ગ્રામસભા અંગેની માહિતી માંગી હતી. આ સામાન્ય પ્રશ્નથી સરપંચ ઉશ્કેરાઈ ગયા અને યુવાનને અપશબ્દો કહેવાનું શરૂ કર્યું. સરપંચે ઉગ્ર રીતે કહ્યું, "હું તને કોઈ જવાબ આપવા બંધાયેલો નથી. તારાથી થાય તે કરી લે, નીકળ અહીંથી. આટલું જ નહીં, સરપંચે ફોન કરીને પોતાના માણસોને બોલાવવીને યુવાનને ધમકી પણ આપી હતી. આ સમગ્ર બોલાચાલીનો વીડિયો યુવાને રેકોર્ડ કર્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

Advertisement

Junagadh કેશોદના પીપળી ગામના સરપંચે કરી દાદાગીરી

આ ઘટનાએ ગામના લોકોમાં રોષ અને અસુરક્ષાનો માહોલ પેદા કર્યો છે. ગ્રામસભાની માહિતી માંગવી એ નાગરિકનો અધિકાર છે, અને સરપંચનું આવું વર્તન લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાય છે. સ્થાનિક લોકોએ આ મામલે તંત્ર દ્વારા તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને લોકો સરપંચના આ ઉગ્ર વર્તનની ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચો:     Jamnagar : પોલીસને મોટી સફળતા! 50 ગુનાઓમાં સંળોવાયેલ ફરાર આરોપી આખરે ઝબ્બે

Tags :
Advertisement

.

×