Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જુનાગઢ : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તલાટી પરીક્ષા પૂર્ણ, દિવ્યાંગ પરીક્ષાર્થીઓને પોલીસે કેન્દ્ર સુધી પહોંચાડ્યા

લાંબા સમય બાદ વિદ્યાર્થીઓને આતુરતાનો અંત આવ્યો હતો અને આઇપીએસ હસમુખ પટેલના નેતૃત્વમાં લેવાનારી તલાટી મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યારે જુનાગઢમાંથી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. મહત્વનું છે કે, જુનાગઢ પોલીસ દ્વારા...
જુનાગઢ   પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તલાટી પરીક્ષા પૂર્ણ  દિવ્યાંગ પરીક્ષાર્થીઓને પોલીસે કેન્દ્ર સુધી પહોંચાડ્યા
Advertisement

લાંબા સમય બાદ વિદ્યાર્થીઓને આતુરતાનો અંત આવ્યો હતો અને આઇપીએસ હસમુખ પટેલના નેતૃત્વમાં લેવાનારી તલાટી મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યારે જુનાગઢમાંથી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે.

મહત્વનું છે કે, જુનાગઢ પોલીસ દ્વારા ઘણા વિદ્યાર્થીઓને મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. પોલીસ ભાઈઓએ દિવ્યાંગ પરીક્ષાર્થીઓને દરવાજાથી તેડીને તેડીને પરીક્ષા ખંડ સુધી લઈ જવામાં આવ્યા હતા. જે પરીક્ષાર્થીઓ પાસે પોતાના આધાર કાર્ડ ન હતા તેવા પરીક્ષાર્થીઓને તાત્કાલિક જુનાગઢ પોલીસ સ્ટાફ દ્વારા આધાર કાર્ડ અપાવી પરીક્ષા આપવા મદદ કરી હતી.

Advertisement

પરીક્ષા શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થતાં હસમુખ પટેલ દ્વારા પ્રેસ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, તમામ લોકોએ પરીક્ષાને સામાજીક પ્રસંગ બનાવી દીધો હતો અને પોલીસ તંત્રએ પણ ખુબ વ્યવસ્થાઓ કરી છે. અમદાવાદમાં રિક્ષા ચાલક એકતા યુનિયને પણ હેલ્પલાઈન શરૂ કરી હતી. એસટી તંત્ર અને રેલવેનો પણ હું આભાર માનુ છું.

Advertisement

આ પણ વાંચો : ગાય અને ગોબર પ્રત્યેના પ્રેમનું અનોખું ઉદાહરણ, કન્યાએ પોતાના જ હાથે ગોબરથી સજાવ્યો લગ્નનો માંડવો

Tags :
Advertisement

.

×