Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

junagadh: એક જ નંબર પ્લેટવાળી બે લક્ઝરી બસ ઝડપાઈ, માલિક સામે ગુનો નોંધાયો

junagadh: ગુજરાતમાં ખાનગી બસ સર્વિસના નામે ઘણી વખત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે, જેમ કે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન, ઓવરલોડિંગ અને ટેક્સ ચોરી વગેરે ત્યારે જુનાગઢના મેંદરડામાં ગેરકાયદે ચાલતી લક્ઝરી બસો ઝડપાઈ છે. જૂનાગઢ LCBએ જય મહાલક્ષ્મી ટ્રાવેલ્સની બે બસ ડિટેઇન કરી છે. આ સાથે ટ્રાવેલ્સ માલિક સામે FIR પણ નોંધી છે.
junagadh  એક જ નંબર પ્લેટવાળી બે લક્ઝરી બસ ઝડપાઈ  માલિક સામે ગુનો નોંધાયો
Advertisement
  • જૂનાગઢમાં (Junagadh) એક જ નંબર પ્લેટ વાળી બે ખાનગી બસ ઝડપાઈ
  • જય મહાલક્ષ્મી ટ્રાવેલ્સ નામની બે બસ ઝડપાઈ
  • LCBએ મેંદરડામાંથી ગેરકાયદે ચાલતી બે બસને ઝડપી પાડી
  • બે બસ ડિટેન કરી માલિક કૌશિક જયસ્વાલ સામે ગુનો દાખલ કર્યો

junagadh: જૂનાગઢ (Junagadh) જિલ્લાના મેંદરડા વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મોટી કાર્યવાહી કરતાં એક જ નંબર પ્લેટવાળી બે ખાનગી લક્ઝરી બસો ઝડપી પાડી છે. આ બંને બસો "જય મહાલક્ષ્મી ટ્રાવેલ્સ"ની હોવાનું જાણવા મળ્યું છે અને તે બિનકાયદેસર રીતે ધંધો ચલાવતી હોવાનું આક્ષેપ છે.

junagadh- Gujarat first5

Advertisement

એક જ નંબર પ્લેટ વાળી બે ખાનગી બસ ઝડપાઈ

પ્રાપ્ વિગતો મુજબ LCBની ટીમને બાતમી મળી હતી કે મેંદરડા વિસ્તારમાં એક જ રજિસ્ટ્રેશન નંબરવાળી બે મોંઘી લક્ઝરી બસો ફરતી હોવાની શંકા છે.આ બાતમીને આધારે LCBની ટીમે તપાસ હાથ ધરી હતી ત્યારે તપાસ દરમિયાન પોલીસે બંને બસોને કબજે કરી લીધી અને તેની કુલ કિંમત આશરે 50 લાખ રૂપિયા આંકવામાં આવી છે.તેમજ આ બસોના માલિક કૌશિક જયસ્વાલની પૂછપરછ કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો તેમજ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવા બદલ IPCની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

junagadh- Gujarat first5

ખાનગી બસ ઓપરેટરોમાં ખળભળાટ

આ પ્રકારની ગેરરીતિ દ્વારા ટ્રાવેલ્સ ઓપરેટરો ટેક્સ ચોરી, પરમિટના નિયમોનું ઉલ્લંઘન અને મુસાફરો સાથે છેતરપિંડી કરતા હોવાનું પોલીસનું કહેવું છે.LCBએ આ કેસની વધુ તપાસ હાથ ધરી છે અને જય મહાલક્ષ્મી ટ્રાવેલ્સના અન્ય વાહનોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.આ કાર્યવાહીથી ખાનગી બસ ઓપરેટરોમાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસે અન્ય શંકાસ્પદ વાહનો પર કડક નજર રાખવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: Vadodara: નોકરી-ધંધો છોડી આવ્યા પણ આવાસનો ડ્રો જ ન થયો,લોકો નિરાશ પરત ફર્યા

Tags :
Advertisement

.

×