Kalol : ગોલથરા સ્થાનિકોની નવા વર્ષે નવી નેમ, નશો કરો તો 50 હજાર અને નશાનો વેપાર કરો તો 1 લાખ દંડ
- Kalol : ગોલથરા ગામમાં નશા વિરુદ્ધ નવી પ્રથા, વ્યસન ઉપર ગામવાસીઓનો પ્રહાર
- કલોલના ગોલથરા ગામે નશા પર કડક નિર્ણય : દારૂ પીતા પર 50,000નો દંડ
- નવા વર્ષે ગોલથરા ગામનો નશા વિરુદ્ધ નિર્ણય : અણૂંજા કરિયાણા દુકાનો પર પ્રતિબંધ
- ગોલથરા ગામની નવી પ્રથા : નશો કરો તો 50,000નો દંડ, નાશનો વેપાર કરો તો 1 લાખ
- કલોલ ગોલથરા ગામે નશા પર કડક નિયમો : નવા વર્ષે સામાજિક જાગૃતિની શરૂઆત
ગાંધીનગર : કલોલ તાલુકાના ( Kalol ) ગોલથરા ગામમાં નવા વર્ષના દિવસે ગામના લોકોએ એક નવી અને કડક પ્રથા શરૂ કરી છે. જે નશાના વ્યસન અને વેપાર સામેની લડતનું પ્રતીક બની છે. આ પ્રથા અનુસાર, દારૂ કે અન્ય નશાનો વ્યસન કરતા પકડાયેલા લોકો પર 50,000 રૂપિયાનો દંડ લગશે, જ્યારે દેશી દારૂનો વેપાર કરતા વ્યક્તિઓ પર 1 લાખ રૂપિયાનો ભારે દંડ થશે.
આ ઉપરાંત, ગામમાં અણૂંજા સમયે કરિયાણાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના ગરબા પછી માતાજીની ટેક રાખીને ગામના તમામ લોકોએ એક્ઠા થઈને નિર્ણય લીધો છે. આ નિર્ણય ગામના લોકોની બેઠકમાં લેવાયો, જે નશા વિરુદ્ધની સામાજિક જાગૃતિ અને ગામના વિકાસનું પ્રતીક બન્યો છે.
નવા વર્ષના દિવસે ગોલથરા ગામના લોકોએ એક બેઠકમાં ભાગ લઈને ગામની ભલાઈ માટે અનેક નવા અને કડક નિયમો બનાવ્યા છે. આ પ્રથા નશાના વ્યસનને કારણે થતા સામાજિક અને પારિવારિક વિનાશને રોકવા માટે લેવાયો છે. ગામના વિકાસ અને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાનો ઉદ્દેશ છે.
આ પણ વાંચો- Dwarka : એસ્સાર કંપનીમાં લાગી ભયંકર આગ, ફાયર ફાયટરની ચારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે
નશો કરતા પકડાયેલા : દારૂ કે અન્ય નશાનો વ્યસન કરતા વ્યક્તિ પર 50,000 રૂપિયાનો દંડ અને વારંવારના કેસમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
નશાનો વેપાર : દેશી દારૂ કે અન્ય નશાનો વેપાર કરતા વ્યક્તિ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અણુજના દિવસોમાં કરિયાણાની દુકાન પણ ખોલી શકાશે નહીં.
ગોલથરા ગામમાં નવા વર્ષના દિવસે લેવાયેલો આ નિર્ણય ગામના લોકોની સામાજિક જવાબદારી અને એકતાનું પ્રતીક છે. નશાનો વ્યસન ગામડાઓમાં પારિવારિક વિનાશ, આર્થિક નુકસાન અને યુવાનોના ભવિષ્યને બગાડે છે. આ પ્રથા તેને રોકવા માટેનો પગલું છે. ગામના વહીવટી અને સામાજિક સંસ્થાઓ આ નિયમોનું અમલ કરશે. પાડોશી ગામડાઓ માટે પણ પ્રેરણાસ્પદ બનશે. આ નિર્ણય દિવાળીના તહેવારો પછીના નવા વર્ષમાં ગામના નવા ઉદ્દેશ્યનું પ્રતીક બન્યો છે.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદ જિલ્લાના અનેક ગામોમાં તેમજ દસક્રોઇ તાલુકાના વહેલાલ, ભરકુંડા, પરઢોલ, જાણુ, એણાસણ, હુકા જેવા દસક્રોઇ અને જિલ્લાના અસંખ્ય ગામોમાં ગાય ભેસ બળદ જેવા ઢોર ઢાખર અને માનવ-ગ્રામજનોના નીરામય સ્વાસ્થય માટે સમગ્ર ગામ કોઇ 1,3, 5 કે 7 દિવસ સુધી દૂધાળા ઢોરનું હજારો લીટર દૂધ સેંકડો પશુપાલકો નિશુલ્ક વૃત્તીથી “અણુજા” ના એક માત્ર સાદથી ગરીબો અને જરૂરિયાતમંદોને આપે છે.
દૂધને ડેરીમાં ભરવામાં આવતું નથી. અણુજાના અંતિમ દિવસે સમગ્ર ગામમાં ઘેર ઘેર ઉજાણી કરાય છે. લાપસી બનાવાય છે. ભાદરવા સુદ એકમથી ચૌદસ સુધી ‘અણુજા’નો સાદ પડવાથી દૂધને વેંચવાનું નહીં પણ મફત વહેંચવાની વર્ષો જૂની પરંપરા મુજબ દૂધના ભાવ વધારવાના હેતુથી નહીં પરંતુ દૂધાળા ઢોર સમગ્ર વર્ષ દરમિયાન નિરામય સ્વાસ્થ્ય સાથે આજે પણ દસક્રોઇના ગ્રામ્યમાં જીવંત છે.
શાસ્ત્રોમાં વર્ણન છે કે મનુષ્યએ કમાણીનો અમુક ભાગ વસ્તુ કે ધનરૂપે દાનમાં આપવો. લોક કલ્યાણના કાર્યમાં ઉપયોગ કરી કલ્યાણનું કાર્ય થઇ શકે પણ ઢોર ઢાખર તો મુંગા છે. તેઓ પોતાનુ દૂધ માલિકને આપે છે અને માલિક વેચી સમગ્ર વર્ષ દરમિયાન કમાણી કરે છે. દૂધ અણૂજાના સમયમાં ધન કમાવવાની નહીં પરંતુ તેને દાન કરવાની વૃત્તિથી મફત આપવા આદેશ અપાય છે. જેનાથી ઢોર ઢાખર ભલે મૂંગા રહ્યાં પણ તેઓનું પોતાનુ દૂધ તેનો પાલક મફતમાં આપે છે. આથી ઢોરની અને પાલક બંનેની દાન આપવાની ઇચ્છા સંતોષાય છે.
દરેક ગામમાં આ 14 દિવસોમાંથી એક, ત્રણ, પાંચ, સાત કેટલા દિવસ કઇ તારીખે અણુજા રાખવા એ માટે મુખ્યત્વે સહકારી તેમજ ખાનગી ડેરીના માલિકો સરપંચ ભેગા મળી સામાજીક, આધ્યાત્મિક પ્રસંગોને ધ્યાનમાં લઇ તારીખ નક્કી કરે છે. ત્યાર બાદ ડેરીઓમાં, જાહેર નોટિસ બોર્ડ ઉપર લખી સાદ પડાવી ગ્રામજનોને જાણ કરાય છે.‘અણુજા’ના દિવસોમાં લાખો રૂપિયાનું હજારો લીટર દૂધ દસક્રોઇના ગ્રામીણો બળીયાદેવ પ્રત્યેની આસ્થા અને અણુજાની પરંપરાને લઇને 1, 3, 5, 7 દિવસ સુધી મફત આપે છે. જાણું સહકારી ડેરીના એક દિવસનું 3200 લીટર તેમજ ભરકુંડામાં 600 લીટર, ભુવાલડીનું 450 લીટર દૂધ મફત વહેંચાય છે.
ઘરની મહિલાઓને આરામ મળે, સ્વાસ્થ્ય સારું રહે છે અણુજાના સમયમાં ઢોરનું કામ ઘરમાં અનાજ દળવું કે ખાંડવું નિષેધ ગણાય છે. પશુઓની ગમાણમાંથી પોદરા પણ ઉપાડાતા નથી. કારણ આ બધા કામ સ્ત્રીઓ બારેમાસ કરતી હોય છે. આથી અણુજાના ભાદરવાના સમયમાં માંદગીનું પ્રમાણ વધુ હોય છે. આ સમયમાં પરિવારની સ્ત્રીઓને આરામ મળે અને તેઓનું સ્વાસ્થ્ય સારૂ રહે. સાથે સાથે બળદને હળ જોડતા નથી. કેમ કે, તે માંદો ન પડે સ્વસ્થ રહે.
આ પણ વાંચો- Dwarka : એસ્સાર કંપનીમાં લાગી ભયંકર આગ, ફાયર ફાયટરની ચારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે


