Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરજણ પોલીસે મુંબઈથી ગુજરાતમાં આવતો 18.52 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય શરાબ માફિયાઓ ગાંધીના ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવા અવનવા નુસખા અપનાવતા હોય છે ત્યારે હવે લોકસભાની ચુંટણી આવતી હોય શરાબ માફિયાઓ રાજકીય પક્ષો માટે દારુનો સ્ટોક કરવા અવનવા કીમયા અપનાવી રહ્યા છે. પોલીસ પણ શરાબ માફિયાઓના નુસખાને...
કરજણ પોલીસે મુંબઈથી ગુજરાતમાં આવતો 18 52 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
Advertisement
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય શરાબ માફિયાઓ ગાંધીના ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવા અવનવા નુસખા અપનાવતા હોય છે ત્યારે હવે લોકસભાની ચુંટણી આવતી હોય શરાબ માફિયાઓ રાજકીય પક્ષો માટે દારુનો સ્ટોક કરવા અવનવા કીમયા અપનાવી રહ્યા છે. પોલીસ પણ શરાબ માફિયાઓના નુસખાને નિષ્ફળ બનાવવા સક્રિય રહેતી હોય છે. ત્યારે કરજણ પોલીસે બાતમીના આધારે ભરથાણા ગામના નજીકથી મુંબઈથી કન્ટેનરમાં ભરી લઇ જવામાં આવી રહેલો રૂ. 18.52 લાખના વિદેશી દારૂ જથ્થા સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરી કુલ રૂ. 28.57 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.કે.ભરવાડને બાતમી મળી હતી

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.કે.ભરવાડને બાતમી મળી હતી કે, એક બંધ બોડીના અશોક લેલન કંન્ટેનરમાં વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો ભરી ભરૂચ તરફથી વડોદરા તરફ જનાર છે, જે બાતમીના આધારે કરજણ પોલીસની ટીમ ભરથાણા ગામના પાટીયાની પાસે ભરૂચથી વડોદરા તરફના ને.હા.નંબર 48 રોડ ઉપર ઓનેસ્ટ હોટેલ પાસે વોચ ગોઠવી ઉભા થઇ ગયા હતા.
દરમિયાન બાતમી આધારિત બંધ બોડીનું અશોક લેલન કંન્ટેનર ભરૂચ તરફથી વડોદરા તરફના ટ્રેક ઉપર આવતા પોલીસે રોડ ઉપર ટ્રાફીક જામ કરાવી કંન્ટેનરને કોર્ડન કરી ઉભુ રખાવેલ અને કંન્ટેનર ચાલકને કેબીન માંથી નીચે ઉતારી તેને સાથે રાખી કંન્ટેનરના પાછળનો દરવાજો ખોલાવી કંન્ટેનરમા તપાસ કરતા વિદેશી દારૂની જુદાજુદા માર્કાની 424 નંગ પેટીઓમાંથી નાની મોટી બોટલો તથા બીયરના ટીન મળી કુલ 14640 નંગ બોટલો મળી આવતા પોલીસે રૂ. 18,52,800ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કન્ટેનર ચાલકની ધરપકડ કરી કુલ રૂ. 28,57,470ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે પકડાયેલ કંન્ટેનર ચાલક ગણપતરામ હનુમાનરામ બિસ્નોઇની પ્રાથમિક પુછપરછ કરતા આ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર તેને મુંબઇ વિરાર બાયપાસ હાઇવેની એક હોટલ ઉપરથી એક ઈસમે આપ્યું હોવાની કબૂલાત કરી હતી અને આ દારૂ ભરેલ કન્ટેનર ગુજરાતમાં કોણે આપવાનું છે તેની જાણકારી ફોન પર જણાવવાનો હતો કરજણ પોલીસે કન્ટેનર ચાલક ગણપતરામ હનુમાનરામ બિસ્નોઇ અને વિદેશી દારૂ ભરાવી આપનાર વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ - વિજય માલી
Tags :
Advertisement

.

×