મધ્ય રાત્રિએ Somnath Temple પર જોવા મળ્યો અનોખો નજારો, મહાદેવનો અભિષેક કરવા આવ્યાં ચંદ્ર દેવ
- કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો
- કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે અલોકીક દ્રશ્ય
- ચંદ્રમા અને સોમનાથ મંદિર સાથે એક અનોખો નાતો
Somnath Temple: કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથમાં એક અનોખો યોગ રચાયો હતો. અહીં મધ્ય રાત્રિએ અદ્ભૂત વર્ષા યોગ રચાયો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતાં. ચંદ્ર દેવ તેમની સોળે કળાયે ખીલી ઉઠ્યા હોય તેમ સોમનાથ દાદા વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે અલોકીક દ્રશ્ય સર્જાય છે. સોમનાથમાં કાર્તિપૂર્ણિમા 5 દિવસ મેળો ચાલુ હોય છે. જેમાં સોમનાથ મંદિર (Somnath Temple) યાત્રિકો દર્શન માટે મંદિર રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લું મુકવામાં આવતું હોય છે.
ચંદ્રમા અને સોમનાથ મંદિર સાથે એક અનોખો નાતો
આજના દિવસનું ખાસ અનેરું મહત્વ એ હોય છે કે આજે રાત્રિના 12 વાગે સોમનાથ દાદાની મહાઆરતી યોજાય છે. જેમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાઆરતીમાં જોડાતા હોય છે. સોમનાથ મંદિર (Somnath Temple)ના શિખર ઉપર ચંદ્ર દેવ પ્રકાશ રૂપી વર્ષા વરસાવતા હોય તેવા દ્રશ્ય જોવા મળે છે. જેથી આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ અહીં આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચંદ્રમા અને સોમનાથ મંદિર સાથે એક અનોખો નાતો હોવાનું પણ મનાય છે.
આ પણ વાંચો: દેવ દિવાળીએ ડાકોર ટેમ્પલ કમિટીની ખાસ ભેટ, ધજા ચડાવવાને લઈને લીધે આ નિર્ણય
રાત્રિના 12 વાગે સોમનાથ દાદાની મહાઆરતી યોજાઈ
અહીં દર્શનાર્થે આવેલા ભક્તે કહ્યું કે, સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથમાં રાત્રિ મહાઆરતીમાં અમે લોકો ખાસ જોડાઈએ છીએ. ચંદ્ર દેવ પોતાના નાથ સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરતા હોય તેવા દ્રશ્ય જોવા મળે છે. આજના આ દર્શન કરી અમે લોકો ધાન્યતા અનુભવી રહ્યા છે અમે લોકો રાત્રિ આરતીના દર્શન કરી શાંતિ અનુભવયે છે. સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ, શ્રી સોમનાથ મંદિરનાં શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે.
આ પણ વાંચો: કારતક સુદ પૂર્ણિમાએ Dakor માં પધાર્યા હતા શ્રી રણછોડરાયજી, આજે 869 વર્ષ પૂરા થયા
સોમનાથ દાદાનો અભિષેક કરવા ચંદ્ર પોતે પધારે છે
બીજા એક ભક્તે કહ્યું કે, જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર શ્રી સોમનાથ મહાદેવ (Somnath Mahedev)નો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી શ્રી સોમનાથ મંદિર (Somnath Temple)નો અભિષેક કરે છે. આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે. કારણ કે, ભક્તોને પ્રબળ શ્રદ્ધા છે કે જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે. આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.