Kartiki Purnima Mela 2025: સોમનાથમાં 'કાર્તિકી પૂર્ણિમા મેળો 2025'નો પ્રારંભ, રેન્જ આઈજી નિલેશ જાજડીયાના હસ્તે ઉદ્ઘાટન
- સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો 2025નો ભવ્ય પ્રારંભ
- જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયાના હસ્તે ઉદ્ઘાટન
- વરસાદને કારણે મેળાની તારીખો બદલાઈ હતી
- ભજન-ભોજન-ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ
- સદભાવના ગ્રાઉન્ડ, સોમનાથ બાયપાસ ખાતે ભવ્ય આયોજન
- શ્રી સોમનાથ ટ્રસ્ટની ઉત્તમ વ્યવસ્થાને આઈજીએ બિરદાવી
Kartiki Purnima Mela 2025: સૌરાષ્ટ્રનો સૌથી જૂનો અને પ્રખ્યાત કાર્તિકી પૂર્ણિમા મેળો ગઈકાલે સાંજે ભવ્ય રીતે શરૂ થયો. જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયાએ રિબિન કાપીને મેળાનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાનો ભવ્ય પ્રારંભ
આ વર્ષે અનિયમિત વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરવો પડ્યો હતો, જેના કારણે મેળો નવેમ્બરના અંતિમ અઠવાડિયાથી શરૂ થઈ રહ્યો છે.1955થી નિયમિત યોજાતો આ મેળો સોમનાથ મહાદેવની ભક્તિ, ભજન-કીર્તન અને લોકમનોરંજનનો અનોખો સંગમ બની રહે છે.સદભાવના ગ્રાઉન્ડ, સોમનાથ બાયપાસ ખાતે ભવ્ય આયોજિત આ મેળામાં બાળકો માટે સલામત અને આધુનિક રાઈડ્સ, દરરોજ પ્રખ્યાત ગુજરાતી લોકકલાકારો તથા ભજનિકોના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભક્તિમય વાતાવરણ સાથે ભોજન-પ્રસાદની વ્યવસ્થા પણ ઉત્તમ રહેશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટની ઉત્તમ વ્યવસ્થાને આઈજીએ બિરદાવી
ઉદ્ઘાટન પ્રસંગે આઈજી જાજડીયાએ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયેલી વ્યવસ્થાને વખાણી હતી મેળો આગામી 1-12-2025 સુધી ચાલુ રહેશે અને જેમાં લાખો લોકો આવે તેવી શક્યતા છે.
મેળાનો પ્રારંભ અને વિશેષતાઓ
1955 થી શરૂ થયેલો આ મેળો લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા છે. જેને અનુસરીને આ વર્ષે પણ કાર્તિકી પૂર્ણિમા મેળો સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાય રહ્યો છે જેમાં રોજ રાત્રીના અનેક ખ્યાત નામ કલાકારો દ્વારા પોતાની અમૃત વાણી દ્વારા લોકો ને રસપાન કરાવશે. આમ કાર્તિકી પૂર્ણિમા મેળામાં અનેકવિધ મનોરંજનના માધ્યમો થકી સૌરાષ્ટ્ર ભરની જનતાને આનંદ પ્રમોદ પૂરો પાડવામાં આવશે. નાના બાળકો માટે મોજમસ્તી ભરેલા અનુકૂળ અને સલામત રાઈડ્સ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે જેમાં તમામ સુરક્ષા તકેદારીનું પાલન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Kutch : ગાંધીધામ ડેપો ભારતનું નંબર-1 લોકોમોટિવ મેઇન્ટેનન્સ સેન્ટર બન્યું


