Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Karuna Abhiyan:ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને નવજીવન અપાયું

ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓમાંથી ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાયા
karuna abhiyan ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરીને નવજીવન અપાયું
Advertisement

Karuna Abhiyan “કરૂણા અભિયાન–૨૦૨૫” અંતર્ગત ઉત્તરાયણ દરમિયાન રાજ્યમાં રેસ્ક્યુ કરાયેલા ૯૧ ટકા પશુ-પક્ષીઓને જીવનદાન અપાયું
***
ચાલુ વર્ષે ઘાયલ થયેલા પક્ષીઓમાંથી ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયા
***
• ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ કબૂતર, સમડી, કાગડો, પોપટ, બગલો જેવા ૫૧ થી વધુ પશુ-પક્ષીઓની સારવાર
• વર્ષ ૨૦૧૭-૨૦૨૫ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર થકી ૧.૦૩ લાખથી વધુ પક્ષીઓને જીવનદાન
***
Karuna Abhiyan “કરૂણા અભિયાન–૨૦૨૫” અન્વયે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને તુરંત સારવાર આપી નવજીવન આપી શકાય તેવા ઉમદા હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યભરમાં અંદાજે કુલ ૧૭,૦૬૫ જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરી સમયસર સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે.

ઉત્તરાયણ દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવેલા અબોલ પશુ-પક્ષીઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશા-દર્શનમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ કરુણાસભર પહેલના પરિણામે આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવેલા અબોલ પશુ-પક્ષીઓ પૈકી ૯૧ ટકા જેટલા પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે.

Advertisement

વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના નેતૃત્વમાં કાર્યરત “કરૂણા અભિયાન-૨૦૨૫”માં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે ૬,૬૯૫, સુરતમાં ૫,૧૭૮, રાજકોટમાં ૯૨૦, વડોદરા જિલ્લામાં ૮૯૪ સહિત વિવિધ જિલ્લાઓમાંથી અનેક પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કબૂતર, સમડી, કાગડો, પોપટ, બગલા જેવા ૫૧ થી વધુ પશુ-પક્ષીઓનો સમાવેશ થાય છે.

Advertisement

અત્યાર સુધીમાં ૧.૧૨ લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર

રાજ્યમાં વર્ષ-૨૦૧૭થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિ વર્ષ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે કરૂણા અભિયાન-Karuna Abhiyan હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧.૧૨ લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જેમાંથી ૯૨ ટકા સાથે ૧.૩ લાખ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજત માટે યોજતું કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગત વર્ષ ૨૦૨૪માં કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧૩,૮૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં ૪,૪૦૦થી વધુ પશુઓ અને ૯,૩૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. આમ, ગુજરાતે સૌપ્રથમવાર શરૂ કરેલું “કરૂણા અભિયાન”નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.

ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે તા. ૧૦ થી ર૦ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી Karuna Abhiyan-કરૂણા અભિયાન યોજાયું હતું. આ અભિયાન અંતર્ગત રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન પણ જાહેર કરવામાં આવ્યો હતો. “કરૂણા અભિયાન-૨૦૨૫”માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો જોડાયા હતા.

રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો

પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ અભિયાન દરમિયાન રાજ્યભરના ૮૬૫ પશુ દવાખાના, ૩૪ વેટરનરી પોલિક્લિનિક, ૨૭ શાખા પશુ દવાખાના ઉપરાંત ૫૮૭ જેટલા ફરતા પશુદવાખાના અને ૩૭ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રાખવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દાવાઓનો સ્ટોક પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો, એમ અગ્ર મુખ્ય વન સંરક્ષક- વન્યજીવ કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Tags :
Advertisement

.

×