Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : પુનાજ ગામની 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કરનાર 2 ઝડપાયા

Kheda જિલ્લાના પુનાજ ગામે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનારા 2 ઝડપાયા છે. આ બંને આરોપી વિરુદ્ધ લીંબાસી પોલીસ સ્ટેશન (Limbasi police station) માં પોક્સો એક્ટ (POCSO Act) તથા બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વાંચો વિગતવાર.
kheda   પુનાજ ગામની 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કરનાર 2 ઝડપાયા
Advertisement
  • Punaj Village ની 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર 2 ઝડપાયા
  • Limbasi Police Station માં પોક્સો એક્ટ તથા બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
  • પીડિતાને વસોના ડોક્ટર ભરવાડ પાસે લઈ જઈને જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો હતો

Kheda : પુનાજ ગામની 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર 2 આરોપીને લીંબાસી પોલીસે ઝડપી લીધા છે. આ બંને આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ (POCSO Act) તથા બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવમાં પીડિતા ગર્ભવતી થઈ જતા ઘટસ્ફોટ થયો હતો. પીડિતાને ડોક્ટર પાસે લઈ જઈને ગર્ભપાત (Abortion) પણ કરાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ગર્ભપાત કરનાર ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર ઘટનાક્રમ

Kheda જિલ્લાના Punaj ગામે 14 વર્ષની સગીરા બકરી ચરાવવા ગઈ હતી. આ સમયે 2 યુવકો દ્વારા આ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી બનતા ખળભળાટ મચી ગયો હતો. ગર્ભવતી સગીરાને આરોપી યુવકોના કાકાએ Abortion માટે દબાણ કર્યુ હતું. સગીરાને ડરાવી પણ હતી. પીડિતાને વસોના ડોક્ટર ભરવાડ પાસે લઈ જઈને જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો હતો. આ ઉપરાંત પીડિતાના પરિવારને સમગ્ર મામલો દબાવવા માટે ધમકીઓ પણ આપવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Surat: ગગજી સુતરિયાના નિવેદન પર હર્ષભાઇ સંઘવીની પ્રતિક્રિયા, મહિલાઓ સૌથી વધુ ગુજરાતમાં સુરક્ષિત

Advertisement

પોલીસ કાર્યવાહી

ખેડા જિલ્લાની પુનાજ ગામની 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર 2 આરોપીઓની લીંબાસી પોલીસે ધરપકડ કરી લીધી છે. Limbasi police station માં આ બંને આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ તથા બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિતાને ડોક્ટર પાસે લઈ જઈને ગર્ભપાત પણ કરાવી દેવાતા પોલીસે હવે ગર્ભપાત કરનાર કુખ્યાત ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પીડિતાને વસોના ડોક્ટર ભરવાડ પાસે લઈ જઈને જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો હતો. અગાઉ પણ ડોકટર ભરવાડ વિવાદોમાં આવ્યા હતા તેમના ક્લિનિકમાં ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોવાની ખબરો ફેલાઈ હતી.

આ પણ વાંચોઃ  Sabarkantha: પ્રાંતિજના 3 મૌલવીઓને જેલભેગા કરાયા, મદરેસામાં બાળકોની કરતા હતા મારપીટ

Tags :
Advertisement

.

×