Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : જનપ્રતિનિધિની કામગીરી, ભ્રષ્ટાચાર સામે આવાજ ઊઠાવશો તો પડશે માર!

કપડવંજના છીપડીથી તોરણા ગામ વચ્ચેનાં બિસ્માર રોડની યુવકે રીલ બનાવી ધારાસભ્ય-અધિકારીઓને ઝાટકતી કમેન્ટ કરી હતી.
kheda   જનપ્રતિનિધિની કામગીરી  ભ્રષ્ટાચાર સામે આવાજ ઊઠાવશો તો પડશે માર
Advertisement
  1. હવે જનપ્રતિનિધિને સવાલ નહીં કરતા નહીંતર માર ખાશો! (Kheda)
  2. બિસ્માર રોડનાં વીડિયો પર કમેન્ટ કરી તો નાગરિકને માર માર્યો!
  3. ધારાસભ્ય રાજેશ ઝાલાનાં સમર્થકોએ માર માર્યાનો આરોપ
  4. કપડવંજનાં છીપડીથી તોરણા ગામ વચ્ચે છે બિસ્માર રોડ
  5. રીલ પર ધારાસભ્ય-અધિકારીને ઝાટકતી કમેન્ટ કરી હતી

Kheda : જો હવે તમે જનપ્રતિનિધિને સવાલ કરશો તો માર ખાવા માટે પણ તૈયાર રહેજો! જી હા, એવી જ એક ઘટના ખેડા જિલ્લાનાં કપડવંજ તાલુકાનાં (Kapadvanj) કઠલાલમાંથી સામે આવી છે. બિસ્માર રોડનાં વીડિયો પર કમેન્ટ કરી તો નાગરિકને માર માર્યો હોવાનો આરોપ થયો છે. કપડવંજના છીપડીથી તોરણા ગામ વચ્ચેનાં બિસ્માર રોડની યુવકે રીલ બનાવી ધારાસભ્ય-અધિકારીઓને ઝાટકતી કમેન્ટ કરી હતી. આથી, ધારાસભ્યના સમર્થકોએ યુવકને ઢોર માર માર્યો હોવાનો આરોપ થયો છે. આ મામલે કપડવંજ ટાઉન પોલીસ મથકે (Kapadvanj Town Police Station) અરજી થઈ છે.

Advertisement

આ પણ વાંચો - Banaskantha Rain: થરાદ તાલુકાનું નાગલા ગામ પ્રથમ વરસાદે બેટમાં ફેરવાયુ

Advertisement

છીપડીથી તોરણા ગામ વચ્ચેનાં બિસ્માર રોડની રીલ બનાવી વાઇરલ કરી

આરોપ અનુસાર, ખેડા જિલ્લાનાં (Kheda) કપડવંજ તાલુકાના આંત્રોલી ગામે રહેતા યુવક નિકુંજ પટેલે કપડવંજના છીપડીથી તોરણા ગામ વચ્ચે આવેલા બિસ્માર રોડની રીલ બનાવી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ આ રીલ પર ધારાસભ્ય-અધિકારીને ઝાટકતી કમેન્ટો થઈ હતી. ધારાસભ્ય રાજેશ ઝાલા (MLA Rajesh Jhala) અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Nal Se Jal Yojana માં અનેક ફરિયાદો મળતા કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના રાજ્યોની ગ્રાન્ટ અટકાવી

ધારાસભ્ય રાજેશ ઝાલાનાં સમર્થકોએ યુવકને માર માર્યાનો આરોપ

આ અંગે જાણ થતાં ધારાસભ્ય રાજેશ ઝાલાના કેટલાક સમર્થકો દ્વારા રીલ બનાવનાર યુવક નિકુંજ પટેલને શોધી ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. આ અંગે, કપડવંજ ટાઉન પોલીસ મથકે (Kapadvanj Town Police Station) અરજી કરવામાં આવી છે. ત્યારે, આ મામલે પોલીસ દ્વારા ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવશે તેનાં પર સૌની નજર છે. સાથે જ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે જો હવે તમે ભ્રષ્ટાચાર (Corruption) સામે આંગળી ઊઠાવશો તો તમને માર મારી બદલો લેવામાં આવશે!

આ પણ વાંચો - Surat : મુસાફરોથી ભરેલા પ્લેનને મધમાખીઓનું ઝુંડ વળગી પડ્યું! જુઓ વાઇરલ Video

Tags :
Advertisement

.

×