Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : નડિયાદ નજીક કારચાલકે એક સાથે 5 ટુ-વ્હીલરને અડફેટે લીધા, યુવતી સહિત 4 ગંભીર!

નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.
kheda   નડિયાદ નજીક કારચાલકે એક સાથે 5 ટુ વ્હીલરને અડફેટે લીધા  યુવતી સહિત 4 ગંભીર
Advertisement

નડિયાદથી પેટલાદ જતાં રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો (Kheda)
એક કારચાલકે 5 ટુ-વ્હીલરને અડફેટે લીધા
એક યુવતી સહિત 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી

ખેડા જિલ્લાનાં (Kheda) નડિયાદથી પેટલાદ જતાં રોડ પર 5 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માહિતી અનુસાર, હુન્ડાઈ I20 કારચાલકે એક સાથે 4 બાઇકચાલકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવતી સહિત 4 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.

Advertisement

  આ પણ વાંચો - Sabarkantha : સાબરડેરીમાં બોઇલર સફાઇ કરતા યુવકનું ગૂંગળામણથી મોત, 2 ગંભીર!

Advertisement

કારચાલકે એક સાથે 4 ટુ-વ્હીલરને અડફેટે લીધા

પ્રાથમિક અહેવાલ અનુસાર ખેડા જિલ્લા (Kheda) નડિયાદથી પેટલાદ જતાં રોડ પર (Nadiad-Petlad road) આવેલા પીપળાતા ગામ પાસે આજે ગોઝારો અકસ્માત સર્જાયો છે. હુન્ડાઈ I20 કારચાલકે એક સાથે 4 જેટલા ટુ-વ્હીલર્સને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટુ-વ્હીલર સવાર યુવતી સહિત કુલ 4 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી. સ્થાનિક લોકોએ ત્વરિત બચાવ કામગીરી કરી ઇમરજન્સી સેવા 108 ને જાણ કરી હતી અને ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.

  આ પણ વાંચો - Vadodara: પંડિત મદન મોહન માલવિયાના વિચારોને જીવંત કરવાની જરૂર છે:પ્રો.ધીરેન્દ્ર પાલ સિંહ

અકસ્માત કારચાલક નબીરેને લોકોએ મેથીપાક ચખાડ્યો!

આ સાથે સ્થાનિકોએ અકસ્માત સર્જનાર કારચાલક નબીરાને પણ ઝડપી પાડ્યો હતો અને રોષ ઠાલવી ઘટના સ્થળે જ બરોબરનો મેથીપાક ચઝાડ્યો હતો. માહિતી અનુસાર, આરોપી નબીરાને નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે (Nadiad Rural Police) લઈ જવાયો છે. 4 ટુ-વ્હીલરને અડફેટે લેનાર નબીરો ડોક્ટરનો દીકરો હોવાની ચર્ચા છે. આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે નબીરાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 આ પણ વાંચો - Gujarat: બાથરૂમમાં ગીઝર ઉપયોગ કરતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના

Tags :
Advertisement

.

×