Kheda : સેવાલિયા બ્રિજ પર લાંબા સમય સુધી યુવતી લટકી રહી, પછી લગાવી મોતની છલાંગ!
- Kheda માં યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
- ગળતેશ્વરનાં સેવાલિયા બ્રિજ પર લાંબા સમય સુધી યુવતી લટકી રહી
- લોકોએ સમજાવટથી બચાવવા પ્રયાસ કર્યો, પણ યુવતીએ નદીમાં છલાંગ લગાવી
- બે કલાક સુધી યુવતીને બચાવવા પ્રયાસ કરાયો, સ્થાનિક તરવૈયાઓએ યુવતીને બચાવી
Kheda : ગળતેશ્વરનાં સેવાલીયા જૂના બ્રિજ (Sevaliya Bridge) પરથી એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. લાંબા સમય સુધી યુવતી બ્રિજ પર લટકી રહી હતી. ત્યાર બાદ યુવતીએ મહીસાગર નદીમાં (Mahisagar River) મોતની છલાંગ લગાવી હતી. જો કે, બે કલાકની મહામહેનત બાદ સ્થાનિક તરવૈયાઓએ યુવતીનો જીવ બચાવ્યો હતો. હાલ, યુવતી ગોધરા સિવિલમાં સારવાર હેઠળ છે. આ મામલે ગોધરાની કાકણપુર પોલીસે (Kakanpur Police) કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gondal : ટ્રાન્સપોર્ટરની કારને આંતરી મિત્ર પર અજાણ્યા શખ્સોએ છરી વડે કર્યો જીવલેણ હુમલો
સેવાલિયા બ્રિજ પર લાંબા સમય લટક્યા બાદ યુવતીએ છલાંગ લગાવી
ખેડા જિલ્લામાંથી (Kheda) ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગળતેશ્વરનાં (Galteshwar) સેવાલીયા બ્રિજ પરથી એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતી લાંબા સમય સુધી બ્રિજ પર લટકી રહી હતી. દરમિયાન, સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી અને યુવતીને સમજાવવાની કોશિશ કરી હતી. જો કે, આ દરમિયાન યુવતીએ અચાનક મહીસાગર નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. પરંતુ, બહાદુર સ્થાનિક તરવૈયાઓ સમય સૂચકતા વાપરી પોતાનો જીવ જોખમમાં મૂકી નદીમાં ઉતર્યા હતા અને યુવતીનો જીવ બચાવ્યો હતો. હાલ, યુવતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં (Godhra Civil Hospital) સારવાર હેઠળ છે.
આ પણ વાંચો - Surat માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
સ્થાનિક તરવૈયાઓએ બચાવી, આપઘાતના પ્રયાસ પાછળનું કારણ અકબંધ
પ્રાથમિક માહિતી અનુસાર, સેવાલીયા બ્રિજ પરથી આપઘાતનો પ્રયાસ કરનારી યુવતી ઠાસરા તાલુકાની હોવાની શક્યતા છે. યુવતીએ કયાં કારણોસર આવું પગલુંભર્યું તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, આ મામલે ગોધરાની (Godhra) કાકણપુર પોલીસે તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનો પ્રયાસ કરતી યુવતીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જે આધારે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો - Aam Aadmi Party : વિસાવદરની જીતનાં જશ્ન વચ્ચે AAP માટે આવ્યા માઠા સમાચાર!


