Kheda જિલ્લામાં ઝેરી સિરપકાંડનો તાળો મળ્યો નથી ત્યાં ફરી નવો જીરાકાંડ
Kheda : ગુજરાતમાં દારૂડીયાઓના મોત માટે દારૂ જવાબદાર નથી તેવા કિસ્સાઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી સામે આવી રહ્યાં છે. પ્યાસીઓના મોત માટે દારૂ નહીં, પરંતુ કેમિકલ (Ahmedabad - Botad) , સિરપ (Kheda District) અને હવે જીરા સોડા જવાબદાર હોવાની જાહેરાત કરવામાં આવી છે. 14 મહિના અગાઉ ખેડા બિલોદરા (Kheda Bilodra) માં થયેલા સિરપકાંડમાં 7 ના મોત થયા હતા. સિરપકાંડ બાદ નડિયાદ શહેરમાં થયેલા જીરાકાંડમાં 3ના મોત થતા ખેડા જિલ્લા પોલીસ (Kheda Police) ભીંસમાં મુકાઈ છે. સિરપકાંડ પર લગભગ પડદો પડી ગયો છે, જીરાકાંડમાં શું થશે તેની ચર્ચા પોલીસ બેડામાં જોરશોરથી ઊઠી છે.
Kheda SP એ સમગ્ર મામલે શું કહ્યું ?
નડિયાદમાં ત્રણ લોકોના એક સાથે મોત નિપજતા ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા (Rajesh Gadhiya) એ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, મૃતકોના બ્લડ રિપોર્ટમાં મિથેનોલ (Methanol) ની હાજરી મળી નથી. નજરે જોનાર સાક્ષી વરૂણ પરમારના નિવેદન આધારે રવિવારની મોડી સાંજે કનુભાઈ ચૌહાણ જીરા સોડા (Jeera Soda) ની બોટલ લઈને આવ્યા બાદ તેમણે થોડુંક પીણું પીધું ત્યારબાદ રવિન્દ્રભાઈએ પીધું અને તેમણે યોગેશભાઈને આપ્યું હતું. રવિન્દ્ર રાઠોડે પાંચ મિનિટમાં ઉલટીઓ શરૂ કરી દીધી અને બેહોશ થઈ ગયા. ત્યારબાદ કનુભાઈ અને યોગેશ કુશવાહ બેભાન થઈ ગયા. કનુભાઈનું હૉસ્પિટલ પહોંચે તે અગાઉ મોત નિપજ્યું. જ્યારે રવિન્દ્રભાઈ અને યોગેશભાઈનું ટૂંકી સારવારમાં જ મોત નિપજ્યું હતું. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન (Nadiad Town Police Station) માં અકસ્માત મોત નોંધ્યા બાદ ખેડા એલસીબી (Kheda LCB) ને સમગ્ર મામલે તપાસ સોંપાઈ છે. ગઢીયાએ વધુમાં કહ્યું હતું કે, ત્રણ પૈકી બે જણા દારૂ પીવાની ટેવવાળા હતા. જીરા સોડાની બોટલમાં કોઈ ઝેરી તત્વ હોવાની સંભાવના Kheda SP એ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ નજીકમાં આવેલા ડસ્ટબીનમાંથી બોટલો કબજે કરી તપાસ અર્થે FSL માં મોકલી છે.
-નડિયાદમાં ત્રણ લોકોના મોતને લઈને SPનો મોટો ખુલાસો
-જીરા સોડા પીધા બાદ ત્રણેયની તબિયત લથડી: SP
-મૃતકના બ્લડ સેમ્પલ લઇને તપાસ કરવામાં આવી: SP
-સાક્ષીઓની પણ પૂછપરછ કરી રહ્યા છીએ: SP
-મૃતક ત્રણમાંથી બે લોકોને દારૂ પીવાની ટેવ હતી: SP@SPKheda @GujaratPolice #Nadiad #Mystery… pic.twitter.com/SsrzjaDZEx— Gujarat First (@GujaratFirst) February 10, 2025
આ પણ વાંચો - Nadiad Case : ત્રણ લોકોનાં મોત મામલે પોલીસનો ચોંકાવનારો ખુલાસો!
ત્રણના મૃત્યુનું કારણ જાણવા તપાસ ચાલુ
ત્રણના મોત માટે જવાબાદાર કારણ શોધવા માટે ફોરેન્સિક અધિકારી (FSL Officer) ની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પીણું પીધા બાદ પાંચેક મિનિટમાં જે ઘાતકી અસર થઈ છે તે જોતાં કયું ઝેરી તત્વ છે તે જાણવા પોલીસ પ્રયત્નશીલ બની છે. મૃતકોને સોડિયમ નાઈટ્રાઈટ અપાયું હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક અધિકારીની મદદ તેમજ FSL રિપોર્ટ બાદ મામલો સ્પષ્ટ થાય તેવું રાજેશ ગઢીયાએ જણાવ્યું છે. પત્રકારોએ કરેલા સવાલમાં મૃતકોએ દારૂ પીધો છે કે નહીં તે અંગે ખેડા એસપી Rajesh Gadhiya એ કોઈ સ્પષ્ટતા કરી નથી.
આ પણ વાંચો - Kheda : નડિયાદમાં અડધા કલાકમાં જ 3 નાં મોત, મોડી રાતે તપાસનો ધમધમાટ
ખેડામાં સિરપકાંડ બાદ નવો જીરા સોડા કાંડ આવ્યો
એક વર્ષ અગાઉ ગુજરાત સરકાર (Government of Gujarat) ને હચમચાવી દેનારા ખેડા બિલોદરા સિરપકાંડ (Syrup Kand) ની લાંબી તપાસ અને સૂત્રધાર સહિતના આરોપીની ધરપકડ બાદ ઠંડો પડી ગયેલો કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. સિરપકાંડમાં જવાબદાર મનાતું મિથેનોલ કયાંથી આવ્યું અને કોણ લાવ્યું તેની આજદીન સુધી Kheda Police ને જાણકારી મળી નથી. નડીયાદ શહેર (Nadiad Town) માં ત્રણ પ્યાસીઓના મોત થતાં ફરી એક વખત દારૂ જવાબદાર નહીં હોવાનું સામે આવ્યું છે. દારૂ નહીં પરંતુ જીરા સોડા (Jeera Soda Kand) સમગ્ર મામલે કારણભૂત હોવાનું ખુદ Kheda SP રાજેશ ગઢીયાએ જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, 39 લોકોના મોત માટે જવાબદાર અમદાવાદ-બોટાદ લઠ્ઠાકાંડ (Botad Lattha Kand) ને કેમિકલકાંડ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Ahmedabad : મેમનગરમાં બેફામ કારચાલકે 6-5 વાહનો અડફેટે લીધા, વૃદ્ધ સહિત 2 ઘવાયા


