Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : દિવ્યાંગ વિદ્યાર્થી સાથે ST બસનાં કંડક્ટરનું અમાનવીય વર્તન! Video વાઇરલ

બસનાં કંડક્ટર દ્વારા એક દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થતાં ફરિયાદ થઈ છે.
kheda   દિવ્યાંગ વિદ્યાર્થી સાથે st બસનાં કંડક્ટરનું અમાનવીય વર્તન  video વાઇરલ
Advertisement
  1. ખેડામાં ST બસનાં કંડક્ટર દ્વારા અમાનવીય વર્તનનો વીડિયો વાઇરલ (Kheda)
  2. આણંદથી નડિયાદ આવી રહેલા દિવ્યાંગ વિદ્યાર્થીને કંડક્ટરે માર માર્યાનો આરોપ
  3. પાસ હોવા છતાં નકલી પાસ હોવાનું કહી ટિકિટ ખરીદવા મજબૂર કર્યાનો આક્ષેપ
  4. વિદ્યાર્થીએ વીડિયો બનાવતા કંડક્ટર ઉશ્કેરાયો! ડેપો મેનેજરે કાર્યવાહીની ખાતરી આપી

Kheda : ખેડાનાં નડિયાદમાં ST બસનાં કંડક્ટર દ્વારા અમાનવીય વર્તનનો વીડિયો સામે આવ્યો છે. બસનાં કંડક્ટર દ્વારા એક દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થતાં ફરિયાદ થઈ છે. આ મામલે નડિયાદ ST ડેપોનાં (Nadiad ST Depot) મેનેજરે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જ્યારે, પીડિત વિદ્યાર્થી પિતા સાથે વડતાલ પોલીસ મથકે (Vadtal Police Station) પહોંચ્યો હતો.

આ પણ વાંચો -Ahmedabad Plane Crash : 'તેઓ ખૂબ જ ખુશ હતા...' ઋષભ રૂપાણીએ પિતા સાથેની અંતિમ યાદો વાગોળી

Advertisement

પાસ હોવા છતાં નકલી પાસ હોવાનું કહી ટિકિટ ખરીદવા મજબૂર કર્યાનો આક્ષેપ

ખેડા જિલ્લના (Kheda) નડિયાદ તાલુકામાં ST બસનાં કંડક્ટરે દિવ્યાંગ વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તન કરી માર માર્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદથી (Anand) નડિયાદ આવી રહેલા દિવ્યાંગ વિદ્યાર્થીનો ST પાસ નહીં ચાલે તેમ કહી કંડક્ટરે માથાકૂટ કરી હતી. આરોપ અનુસાર, ઓરિજનલ પાસ હોવા છતાં પાસ ડુપ્લિકેટ છે તેમ કહી માથાકૂટ કરી હતી. દિવ્યાંગ વિદ્યાર્થી પાસે જબરદસ્તી ટિકિટ ખરીદાવી હતી. જો કે, દિવ્યાંગ વિદ્યાર્થી દ્વારા આ ઘટનનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરાયો હતો.

Advertisement

આ પણ વાંચો -Junagadh : સાવજ ડેરી સામે ગોપાલ ઈટાલિયાના ગંભીર આક્ષેપ, ચેરમેન ભડક્યા! કહ્યું- તમે કોનાં ઇશારે..!

નડિયાદ ડેપો મેનેજરે આ મામલે કાર્યવાહીની ખાતરી આપી

આરોપ મુજબ, દિવ્યાંગ વિદ્યાર્થી વીડિયો (Nadiad ST Bus Conductor Video) બનાવતો હોવાથી બસનો કંડક્ટર વધુ ઉશ્કેરાયો હતો અને વીડિયો નહીં બનાવવાનું કહી દિવ્યાંગ વિદ્યાર્થીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં મામલો નડિયાદ એસટી ડેપોનાં (Nadiad ST Depot) મેનેજર સુધી પહોંચ્યો છે. મેનેજરે ઘટનાની ગંભીરતા સમજી આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જ્યારે, બીજી તરફ દિવ્યાંગ વિદ્યાર્થી અને તેના પિતા વડતાલ પોલીસ મથકે (Vadtal Police Station) પહોંચ્યા હતા. જો કે, આ ઘટના આણંદ-નડિયાદ વચ્ચે બસમાં બની હોવાથી પોલીસ જિલ્લાની હદ નક્કી કર્યા બાદ ફરિયાદ દાખલ કરશે.

આ પણ વાંચો -Indranil Rajguru : પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજયગુરૂ સાથે Gujarat first ની ખાસ વાતચીત

Tags :
Advertisement

.

×