ગુજરાતનાં આરોગ્ય તંત્ર માટે સૌથી મોટી શરમ! PMJAY માં વધુ એક સૌથી મોટું કૌભાંડ આવ્યું સામે
- વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મામલો વિવાદિત બન્યો
- હોસ્પિટલ પતરાના સેડમાં ચાલતી હોવાથી વિવાદ ઉભો થયો છે
- PMJAY યોજના હેઠળ મોટું કૌભાંડ સામે આવ્યું!
Ved Multi Specialty Hospital: ખેડા મહેમદાવાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મામલો વિવાદિત બન્યો છે. જેમાં હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હોવાથી વિવાદ ઉભો થયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજના હેઠળની હોસ્પિટલ પતરાના શેડમાં ચાલી રહી છે. સમગ્ર મામલે તાલુકા આરોગ્ય અધિકારીએ કહ્યું સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
રાજ્યમાં PMJAY યોજનામાં કૌભાંડમાં દિન-પ્રતિદિન નીત નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. ખેડામાં પતરાંના શેડમાં ચાલતી હોસ્પિટલને PMJAY યોજનામાં એમ્પેનલ્ડ કરાતા કૌભાંડની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને અહીં સીધો સવાલ કરવાનો છે કે, આરોગ્ય વિભાગમાં બેસીને યોજનાઓમાં લૂંટમાં સપોર્ટ કરનારા એ કયા અધિકારીઓ છે? આ ઉપરાંત એ સવાલ આરોગ્ય વિભાગને કરવાનો છે કે, અંધાપાકાંડ થયો, નસબંધી કાંડ થયો અને ખ્યાતિકાંડ થયો આટ આટલા કાંડ છતાં શું કરી રહ્યું છે આરોગ્ય વિભાગ
આરોગ્ય ક્ષેત્રે હજુ ગુજરાતે કેટલું જોવાનું બાકી?
પ્રશ્ન હવે એ પણ થાય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી આરોગ્યલક્ષી કૌભાંડ સામે આવ્યાં છે, ખ્યાંતિ હોસ્પિટલનો કાંડ, મહેસાણામાં નસબંધી કાંડા, અમરેલીમાં પણ એક વિવાદ સામે આવ્યો હતો. તો આટલું બધુ થયા બાદ પણ આરોગ્ય વિભાગે કેમ ઊંઘમાં છે. રાજ્યમાં અનેક બોગસ તબીબો ઝડપાયા છે. છતાં કાર્યવાહીના નામે માત્ર તપાસ ચાલી રહીં છે. આરોગ્ય ક્ષેત્રે હજુ ગુજરાતને કેટલું જોવાનું બાકી? તે બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતની જનતાને જવાબ આપવો પડશે!
આટલા કાંડ છતાં શું કરી રહ્યું છે આરોગ્ય વિભાગ?
રાજ્યમાં PMJAY યોજનામાં કૌભાંડમાં દિન-પ્રતિદિન નીત નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. ખેડામાં પતરાંના શેડમાં ચાલતી હોસ્પિટલને PMJAY યોજનામાં એમ્પેનલ્ડ કરાતા કૌભાંડની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગમાં બેસીને યોજનાઓમાં લૂંટમાં સપોર્ટ કરનારા એ કયા અધિકારીઓ છે? કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? ગુજરાતમાં અંધાપાકાંડ થયો, નસબંધી કાંડ થયો અને ખ્યાતિકાંડ થયો આટ આટલા કાંડ છતાં શું કરી રહ્યું છે આરોગ્ય વિભાગ? માત્ર એસી ઓફિસમાં બેસવોનો જ પગાર લેવાનો છે કે પછી કોઈ કામગીરી પણ કરવાની છે?
વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિવાદમાં આવી
પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજના અંતર્ગત નાગરિકોને ગુણવત્તા સભર સારવાર મળે અને લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. તાજેતરમાં જ અમદાવાદમાં આવેલ ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજના હેઠળ મોટું કૌભાંડ સામે આવ્યું છે. તેમાં હજી સુધી પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે તથા હજુ કેટલાક લોકોની ધરપકડ થવાની શક્યતાઓ રહેલી છે. તેમજ પોલીસે તાજેતરમાં ખ્યાતિ હોસ્પિટલમાં ભાગીદાર રાજશ્રી કોઠારીની ધરપકડ કરીને તેમનાં 10 દિવસનાં રિમાન્ડ મેળવ્યાં છે. ખ્યાતિ હોસ્પિટલના કથિત કૌભાંડના સંદર્ભમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે, જેની તપાસ હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જોકે, હવે આ પોલીસ તપાસ ખ્ચાતિ હોસ્પિટલથી આગળ વધીને અન્ય હોસ્પિટલો સુધી સુધી પણ પહોંચી શકે છે, તેવું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે. ત્યારે ખેડા મહેમદાવાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે.
હોસ્પિટલ પતરાના સેડમાં ચાલે છે તેથી વિવાદ થયો
હોસ્પિટલ પતરાના સેડમાં ચાલે છે તેથી વિવાદ થયો છે. જેમાં સમગ્ર મામલે તાલુકા આરોગ્ય અધિકારીએ કહ્યું સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે હોસ્પિટલે રિનોવેશન મામલે અમને જાણ કરી છે. પરંતુ હવે જિલ્લા કક્ષાએથી કમિટી બનાવી તપાસ કરવામાં આવશે. યોજનાના નિયમો મુજબનું સ્ટ્રક્ચર છે કે કેમ તેની તપાસ થશે. તેમજ ત્રણ મહિનાથી હોસ્પિટલમાં રીનોવેશન ચાલી રહ્યું છે, તે અગાઉ તાલુકા વિભાગ દ્વારા મુલાકાત લીધેલી હતી ત્યારે બધુ યોગ્ય હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં હવે જ્યારે પ્રશ્ન ઉઠ્યો છે ત્યારે ફરીથી તપાસ કરવામાં આવશે. આમ પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજના અંતર્ગત વિવિધ કૌભાંડો સામે આવી રહ્યાં છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ હોસ્પિટલ અને તેના માલિકો સાથે ક્યારે આકરા પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો: VADODARA : કુખ્યાત કલ્પેશ કાછિયાનો વરઘોડો નીકળ્યો, ઘરે સર્ચ કરાયું
જાણો ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ વિશે:
અમદાવાદમાં આવેલ ખ્યાતિ હોસ્પિટલે તા. 11 નવેમ્બર, 2024ના રોજ કડી તાલુકાના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યો હતો. જેમાંથી ઘણાં લોકોને અમદાવાદ સ્થિત ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લાવવામાં આવ્યાં હતા. જેમાંથી 19 દર્દીઓની વધુ સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન નાગર સેનમા (70 ઉંમર) અને મહેશ બારોટ (50 ઉંમર)નાં મૃત્યુ થઈ ગયાં હતાં. ત્યારબાદ હોબાળો થતા પોલીસે વિવિધ ત્રણ પોલીસ ફરિયાદો નોંધી હતી. પોલીસે આ કેસમાં હજુ સુધી ખ્યાતી હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈન, વિઝિટિંગ કાર્ડિયૉલૉજિસ્ટ ડૉ. પ્રશાંત વજિરાની, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનાં ચાર લોકો, તેમજ ડૉ.સંજય પટોલિયા સહિત આઠેક આરોપીઓની ધરપકડ કરી છે.
તમામ 112 મોત, ઍન્જિયોગ્રાફી તથા ઍન્જિયોપ્લાસ્ટી સમયે મૃત્યુ પામ્યા
પોલીસની એક પ્રેસ નોટ પ્રમાણે, તા. 1 સપ્ટેમ્બર 2021થી 4 નવેમ્બર 2024 દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાં કુલ 8,534 સર્જરી કરવામાં આવી હતી. જેમાંથી 112 લોકોનાં મૃત્યુ થયાં હતાં. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુ કે, "એ વાત ખાસ સમજવા જેવી છે કે આ તમામ 112 મોત, ઍન્જિયોગ્રાફી તથા ઍન્જિયોપ્લાસ્ટી સમયે મૃત્યુ પામ્યા છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મેડિકલક્ષેત્રે તપાસ કરતી સમયે, નિષ્ણાત ડૉક્ટરના અભિપ્રાય વગર પોલીસ તપાસ આગળ ન વધી શકે માટે પોલીસે હજી સુધી તેમાં બીજા ડૉક્ટર્સનાં નામ જાહેર કર્યાં નથી.
આ પણ વાંચો: Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો


