Kheda: મહેમદાબાદના મતદાન કેન્દ્રમાં ઓફિસર પીધેલી હાલતમાં જોવા મળ્યાં, વીડિયો થયો વાયરલ
- મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં
- પીધેલા ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક
- કલેક્ટરે ત્વરિત પ્રિસાઇડીગ ઓફિસરને હટાવવા આપ્યા આદેશ
Kheda: ખેડાની મહેમદાબાદના મતદાન કેન્દ્રની એક મહત્વની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના વોર્ડ પાંચના મતદાન મથક 3 ની હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં વીરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો પ્રિસાઇડીંગ ઓફિસર પીધેલી હાલતમાં જોવા મળ્યાં.
-ખેડાની મહેમદાબાદના મતદાન કેન્દ્રમાં ઓફિસર પીધેલી હાલતમાં
-મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં
-પીધેલા ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક
-કલેક્ટરે ત્વરિત પ્રિસાઇડીગ ઓફિસરને હટાવવા આપ્યા આદેશ#KhedaElection #Officer #PollingBoothScandal… pic.twitter.com/rUfOKqrQ61— Gujarat First (@GujaratFirst) February 16, 2025
આ પણ વાંચો: Valsad નગરપાલિકામાં વોર્ડ નંબંર 2માં બીજેપીને વોટ આપતો વીડિયો થયો વાયરલ
ત્વરિત પ્રિસાઇડીગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યાં
મળતી વિગતો પ્રમાણે પીધેલો પ્રિસાઇડીંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક છે.જો કે, ઘટનાની જાણ થતાની સાથે જ કલેક્ટર દ્વારા ત્વરિત પ્રિસાઇડીગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યાં. મળતી જાણકારી પ્રમાણે હાલ પીધેલા પ્રિસાઇડીંગ ઓફિસરને સોનાવાલા હાઈસ્કૂલમાં મહેમદાવાદ પાલિકા ચુંટણી અધિકારી પાસે મોકલવામાં આવ્યાં છે. કાર્યવાહી તો કરવામાં આવી છે પરંતુ આવી બેદરકારી કેવી રીતે થઈ? તે એક મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો: Gujarat Local Elections: પાલિકા-પંચાયતની ચૂંટણીમાં EVM ખોટકાયા, ગરબડ થયાનો આક્ષેપ
પ્રિસાઈડીગ ઓફિસર દારૂ પીને કેવી રીતે આવી શકે?
મતદાન સમય જો પ્રિસાઈડીગ ઓફિસર ખુદ દારૂ પીને આવે તો મતદારો પર તેની કેવી અસર થશે? કલેક્ટર દ્વારા ત્વરિત પ્રિસાઇડીગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યાં હતાં. આ સાથે એવું પણ જણાવ્યું કે, જો પ્રિસાઇડીંગ ઓફિસર પીઘેલો હશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે’. જો કે, હાલ પીધેલા પ્રિસાઇડીંગ ઓફિસરને સોનાવાલા હાઈસ્કૂલમાં મહેમદાવાદ પાલિકા ચૂંટણી અધિકારી પાસે મોકલવામાં આવ્યાં છે.


