Kheda : ચોંકાવનારી ઘટના! કન્યા શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીને આપી વિચિત્ર સજા
- ખેડાના મહુધાની કન્યા શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીને આપી ચોંકાવનારી સજા (Kheda)
- વિદ્યાર્થિની બે ચોટલા વાળીને ના આવતા શિક્ષિકાએ આપી સજા
- અન્ય વિદ્યાર્થીઓ સામે જ શિક્ષિકાએ વિદ્યાર્થિનીનાં જાહેરમાં વાળ કાપ્યા
- વાલીઓએ કન્યાશાળામાં શિક્ષિકા સામે હોબાળો મચાવ્યો
Kheda : ખેડાના મહુધાની કન્યા શાળામાં (Mahudhani Girls' Schoo) એક વિચિત્ર ઘટના બની છે. શિક્ષિકાએ સજાનાં ભાગરૂપે વિદ્યાર્થિનીની ચોટલી કાપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપ છે કે વિદ્યાર્થિની બે ચોટલા વાળીને ન આવતા શિક્ષિકાએ સજા આપી હતી. એટલું જ નહીં શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થીઓ સામે જ જાહેરમાં વિદ્યાર્થિનીનાં વાળ કાપી સજા આપી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થિનીનાં વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. કસૂરવાર શિક્ષિકા સામે કડક પગલાં લેવા માગ કરી છે.
આ પણ વાંચો - Gandhinagar : રાજ્યમાં તૂટેલા રસ્તા-ખાડાઓની કેબિનેટમાં લેવાઈ નોંધ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા આદેશ
શિક્ષિકાએ સજાનાં ભાગરૂપે વિદ્યાર્થિનીની ચોટલી કાપી
ખેડા જિલ્લાનાં (Kheda) મહુધાની કન્યા શાળાની એક શિક્ષિકા ભારે વિવાદમાં સપડાયા છે. આરોપ અનુસાર, શાળાની એક વિદ્યાર્થિની બે ચોટલા વાળીને ના આવતા શિક્ષિકા ગુસ્સે ભરાયા હતા. શિક્ષિકાએ સજાનાં ભાગરૂપે વિદ્યાર્થિનીની ચોટલી કાપી હતી. એટલું જ નહીં શિક્ષિકાએ જાહેરમાં અન્ય વિદ્યાર્થીઓ સામે વિદ્યાર્થિનીનાં વાળ કાપી સજા આપી હતી. જો કે, ઘટના બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
આ પણ વાંચો - Junagadh : તંત્રની નબળી કામગીરી સામે BJP ના MLA એ જ મોરચો માંડ્યો!
વાલીઓએ કન્યાશાળામાં શિક્ષિકા સામે હોબાળો મચાવ્યો
આ ઘટના બાદ વિદ્યાર્થિનીનાં વાલીઓ દ્વારા શાળાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વાલીઓએ કસૂરવાર શિક્ષિકાને કડક સજા કરવા માગ પણ ઉચ્ચારી છે. બીજી તરફ આ પ્રકારની સજા બાદ અન્ય વિદ્યાર્થીઓનાં વાલીઓ પણ શાળાએ પહોંચ્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. હવે, આ મામલે શાળા દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો - Rajkot : ઉપલેટામાં મકાન ધરાશાયી, એક મહિલાને ગંભીર ઇજાઓ, અન્ય એક કાટમાળમાં દબાઈ


