Kheda : 1 કરોડની લૂંટનો ભેદ અંતે ઉકેલાયો, એક કરોડની ટીપ આપનારો આખરે ઝડપાયો
- Kheda નજીક 1 કરોડની લૂંટનો ભેદ અંતે ઉકેલાયો
- 1 કરોડની ટીપ આપનારો આરોપી રાહિદ સૈયદ ઝડપાયો
- લૂંટકાંડમાં ખેડા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી
- રૂપિયા પોતાની પાસે રાખનારા 2 આરોપી પણ ઝડપાયા
ખેડા-અમદાવાદ રોડ (Kheda-Ahmedabad Road) પર થયેલ એક કરોડની લૂંટ મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. એક કરોડની ટીપ આપનારો આરોપી પણ હવે ઝડપાયો છે. આ મસમોટા લૂંટકાંડમાં ખેડા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. લૂંટ બાદ રૂપિયા પોતાની પાસે રાખનારા બે આરોપી પણ ઝડપાઈ ચૂક્યા છે. આ સાથે પોલીસે લૂંટમાં વપરાયેલી ઈકો કાર, એક ટૂ વ્હીલર અને રૂ. 68.3 લાખની રોકડ જપ્ત કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Himmatnagar : આવી ધાંધલી! Parle નાં ક્રેકજેક બિસ્કીટનાં પેકેટ અંગે ગ્રાહકે કર્યો ચોંકાવનારો દાવો
વેપારીની રિક્ષાને આંતરી 1 કરોડ ભરેલી બેગ લૂંટી આરોપી ફરાર થયા હતા
જણાવી દઈએ કે, ખેડાનાં (Kheda) વડાલા નજીકનાં બ્રિજ પર 20 જાન્યુઆરીએ ફરિયાદી વેપારી મિત્ર સાથે રિક્ષામાં અમદાવાદ (Ahmedabad) આવી રહ્યા હતા. તેમની પાસે 1 કરોડ રૂપિયા હતા. પરંતું, વેપારી રૂપિયા લઈ અમદાવાદ પહોંચે તે પહેલા એક ઈકો કાર રિક્ષાની આગળ આવીને ઊભી રહી હતી અને રિક્ષાને આંતરી કારમાંથી ઉતરેલા શખ્સોએ વેપારી સાથે માથાકૂટ કરી હતી. દરમિયાન, 1 કરોડ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ખેડા પોલીસે મોટી કાર્યવાહી કરી એક કરોડની ટીપ આપનાર આરોપી રાહિદ સૈયદની ધરપકડ કરી છે. આ સાથે આ લૂંટકાંડમાં ખેડા પોલીસે 3 આરોપીને ઝડપી લીધા છે.
આ પણ વાંચો - Kutch : વારંવાર રજૂઆત છતાં ન્યાય ન મળતા વૃદ્ધ અરજદારે ભુજ કલેકટર કચેરીએ લેટળીયા ખાધા!
લૂંટની ટીપ આપનાર, રૂપિયા પાસે રાખનાર 3 આરોપી ઝડપાયા
માહિતી અનુસાર, પોલીસે લૂંટનાં રૂપિયા પોતાની પાસે રાખનારા બે આરોપી મુજિબ મલેક, ઈલિયાસ મન્સુરીને પણ ઝડપી લીધા છે. આ સાથે લૂંટમાં વપરાયેલી ઈકો કાર અને એક ટૂ વ્હીલર પણ જપ્ત કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 68.3 લાખ રૂપિયાની રોકડ પણ કબજે કરી લીધી છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Surendranagar : પાટડીમાં ગેસ ગળતરથી 2 કર્મીનાં મોત મામલે NHRC ની મોટી કાર્યવાહી!


