Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jetpur નજીક સિંહના ધામા, કપાસના પાક વચ્ચે આરામ ફરમાવતો હતો જંગલનો રાજા

જેતપુરથી 5 કિમી દૂર સાવજે ગાય અને વાછરડીનું મારણ કર્યું બોરડી સમઢિયાળામાં ગાય અને વાછરડીનું સાવજે મારણ કર્યું 3થી 4 જેટલા સિંહોએ ધામા નાખ્યાની આશંકા Jetpur: એશિયાઈ સિંહની વસતિ એકમાત્ર ગુજરાતમાં છે અને એમાં સંવર્ધનને કારણે સિંહની વસતિ વધતાં...
jetpur નજીક સિંહના ધામા  કપાસના પાક વચ્ચે આરામ ફરમાવતો હતો જંગલનો રાજા
Advertisement
  1. જેતપુરથી 5 કિમી દૂર સાવજે ગાય અને વાછરડીનું મારણ કર્યું
  2. બોરડી સમઢિયાળામાં ગાય અને વાછરડીનું સાવજે મારણ કર્યું
  3. 3થી 4 જેટલા સિંહોએ ધામા નાખ્યાની આશંકા

Jetpur: એશિયાઈ સિંહની વસતિ એકમાત્ર ગુજરાતમાં છે અને એમાં સંવર્ધનને કારણે સિંહની વસતિ વધતાં હવે ગીર બહાર વિહરતા થયા છે. જેતપુર નજીક સિંહ આવતાં લોકોમાં રોમાંચ જાગ્યો છે. જેતપુર (Jetpur)થી 5 કિમી.દૂર બોરડી સમઢિયાળા ગામની સીમ વિસ્તારની વીડીમાં એક ગાય અને વાછરડીનું મારણ કર્યું હતું. બે દિવસથી આ વિસ્તારમાં સિંહો શિકાર કરી રહ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

આ ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગ્રામજનો દ્વારા 3થી 4 જેટલા સિંહોએ ધામા નાખ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રિના જેતપુરના બોરડી સમઢિયાળા ગામના સ્થાનિક શાંતિભાઈ વલ્લભભાઈ બુટાણીની વાડી નજીક આવેલ વીડી વિસ્તારમાં એક સિંહ ધસી આવ્યો હતો. તેણે ગાય અને વાછરડીનું મારણ કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો: History Of Jalebi: ભારતમાં આવીને પ્રખ્યાત થઈ ‘જલેબી’, જાણો તેનો સંપૂર્ણ ઇતિહાસ અને મહત્વ

Advertisement

કપાસમાં લપાઈને બેઠેલ સિંહની સામે આવી તસવીરો

હાલ વરસાદને લઈ જંગલમાં જીવજંતુઓ અને મચ્છરોના ત્રાસને કારણે સાવજો બહાર આવ્યા હોવાની ગામવાસીઓમાં ચર્ચા થઈ રહી છે. જ્યારે ખેડૂતે કપાસમાં લપાઈને બેઠેલ સિંહનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. શિકારની મેજબાની માણતા આ વિસ્તારમાં સિંહોના ધામા વારંવાર જોવા જ મળે છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહ અને પંજવણી તેમજ તેમને હેરાનગતિ લોકો દ્વારા કરવામાં ન આવે તે માટે નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Kheda: ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી, આચાર્ય ઘરેથી કરે છે પ્રશ્નપત્રોનું વિતરણ

જૂનાગઢ રેન્જ નજીક હોવાથી ક્યારેક સિંહ આવી ચડે છેઃ ફોરેસ્ટ વિભાગ

ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે પોતાના પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા ગ્રામ પંચાયત ફોરેસ્ટ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સિંહના આટાફેરાથી હાલ મોસમ ચાલી રહી છે, ત્યારે રાત્રિના સમયે ખેડૂતો વાડીએ જવાનું ટાળી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જણાવ્યા પ્રમાણે જૂનાગઢ રેન્જ નજીક હોવાથી ક્યારેક સિંહ આવી ચડે છે. મોટાભાગે ત્રણ દિવસથી વધુ સિંહ નથી રોકાણ કરતાં કારણે ફરી પાછા જૂનાગઢ રેન્જ બાજુ નીકળી જાય છે.

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર

આ પણ વાંચો: 8 શરતોને આધીન જ્યોતિરાદિત્ય ઉર્ફે Ganesh Gondal ને મળ્યા જામીન, લેખિત હુકમ આવ્યો સામે

Tags :
Advertisement

.

×