Kinjal Dave Engagement: ગુજરાતી સિંગર કિંજલ દવેએ છાનામાના કરી લીધી સગાઈ, જાણો કોણ છે ધ્રુવીન શાહ?
- ગુજરાતી સિંગર કિંજલ દવેએ કરી લીધી સગાઈ
- કિંજલ દવેએ બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ
- સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી ફેન્સને આપી સરપ્રાઈઝ
- 5 ડિસેમ્બરે બંને પરિવારો વચ્ચે ગોળ-ધાણાની રસમ યોજાઈ
Kinjal Dave Engagement: ‘ચાર ચાર બંગડીવાળી’ ગીતથી ફેમસ થયેલ ગુજરાતની સિંગર કિંજલ દવે (Kinjal Dave) ફરીથી સગાઈના બંધનમાં બંધાઈ ગઈ છે. 6 ડિસેમ્બરે એકદમ ખાનગી સગાઈ સેરેમનીમાં કિંજલે અભિનેતા તેમજ સફળ બિઝનેસમેન ધ્રુવિન શાહ (DhruvinShah) સાથે સગાઈ કરી લીધી. આ સગાઈની ઓફિશિયલ જાહેરાત કિંજલે પોતે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એક સુંદર વીડિયો શેર કરીને કરી છે જેના કેપ્શનમાં લખ્યું – “God’s Plan” જાણકારી મુજબ આ પહેલાં 5 ડિસેમ્બરે બંને પરિવારો વચ્ચે ગોળ-ધાણાની રસમ પણ ધામધૂમથી ઉજવાઈ હતી.
કોણ છે કિંજલના નવા જીવનસાથી ધ્રુવિન શાહ?
ધ્રુવિન શાહ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે અને સાથે સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે.તેઓ ગુજરાતી કન્ટેન્ટ માટેની પોપ્યુલર એપ્લિકેશન JoJo App ના ફાઉન્ડર છે.પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવતા ધ્રુવિન મલ્ટી-ટેલેન્ટેડ વ્યક્તિ છે અને ફિલ્મો ઉપરાંત બિઝનેસમાં પણ સારું નામ કમાયું છે.
View this post on Instagram
કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને કરી રહ્યા હતા ડેટ
જાણકારી મુજબ કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેનો સંબંધ ધીમે ધીમે એટલો મજબૂત બન્યો કે હવે તેઓ જીવનભરના સાથી બનવા તૈયાર છે. બે વર્ષ પહેલાં તૂટી ગયેલી સગાઈયાદ કરીએ તો એપ્રિલ 2018 માં કિંજલ દવેએ પવન જોષી સાથે સગાઈ કરી હતી, પરંતુ2023 માં બંનેની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદ લગભગ બે વર્ષના ગાળા પછી કિંજલે ફરીથી પોતાના જીવનમાં પ્રેમ અને વિશ્વાસનો નવો કિરણ શોધી લીધો છે.
View this post on Instagram
ફેન્સે આપ્યા અભિનંદન
સગાઈના વીડિયો અને ફોટા સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ફેન્સ એકબાજુ આશ્ચર્ય પામ્યા છે કે આટલી મોટી ખુશખબર અચાનક આવી, તો બીજી તરફ બધા ખૂબ ખુશ પણ છે.


