Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જૂનાગઢમાં તલનું ઉત્પાદન કરતાં ખેડૂતો માટે જાણો શું આવ્યા સમાચાર

જૂનાગઢના તલનું ઉત્પાદન કરતાં ખેડૂતો માટે સારા સમાચાર છે, હવે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં દેશના અગ્રીમ નિકાસકારો તલની ખરીદી માટે જોડાશે જેથી તલનું ઉત્પાદન કરતાં ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે, ખેડૂતોને મહત્તમ પોષણક્ષમ ભાવ તથા ત્વરિત રોકડા નાણાં મળશે. જેના કારણે...
જૂનાગઢમાં તલનું ઉત્પાદન કરતાં ખેડૂતો માટે જાણો શું આવ્યા સમાચાર
Advertisement

જૂનાગઢના તલનું ઉત્પાદન કરતાં ખેડૂતો માટે સારા સમાચાર છે, હવે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં દેશના અગ્રીમ નિકાસકારો તલની ખરીદી માટે જોડાશે જેથી તલનું ઉત્પાદન કરતાં ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે, ખેડૂતોને મહત્તમ પોષણક્ષમ ભાવ તથા ત્વરિત રોકડા નાણાં મળશે. જેના કારણે તલનું ઉત્પાદન કરતાં ખેડૂતો તથા યાર્ડના વેપારીઓ માટે અચ્છે દિન આવશે...

Advertisement

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ચાર દિવસથી નવા તલની આવક શરૂ થઈ છે અને દરરોજ સરેરાશ પાંચ હજાર કટ્ટા નવા તલની આવક થઈ રહી છે, ગત વર્ષે યાર્ડમાં 01,04,228 ક્વિન્ટલ સફેલ તલ અને 27,190 ક્વિન્ટલ કાળા તલની આવક થઈ હતી, ચાલુ વર્ષે પાંચ દિવસમાં 20 હજારથી વધુ કટ્ટાની તલની આવક થઈ છે, જૂનાગઢ સહીત આસપાસના વિસ્તારમાંથી ખેડૂતો જૂનાગઢ યાર્ડમાં પોતાની જણસી વેંચવા માટે આવે છે કારણ કે જૂનાગઢ યાર્ડમાં ખેડૂત પાસેથી જણસીની ઉતરાઈ લેવામાં આવતી નથી અને જૂનાગઢ એકમાત્ર એવું યાર્ડ છે કે જ્યાં ખેડૂત પાસેથી જણસીની ઉતરાઈ લેવામાં આવતી નથી, આમ ખેડૂતો જૂનાગઢ યાર્ડમાં જણસી વેંચવા આવવાનું પસંદ કરે છે કારણ કે તેને ઉતરાઈ ખર્ચ બચી જાય છે.

Advertisement

જૂનાગઢ યાર્ડમાં નિકાસ માટેના ધારાધોરણો પુરતાં છે, યાર્ડમાં જણસીના વેચાણ માટે પુરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, હરાજી માટેના અલગ શેડ, સંગ્રહ માટેના અલગ શેડ, ખેડૂતો માટે રહેવા જમવાની અને પાણીની પુરતી વ્યવસ્થા, યાર્ડમાં થતી જણસીની હરાજીના ભાવ ખેડૂતો ઘરે બેઠા મોબાઈલ પર જાણી શકે તેવી વ્યવસ્થા વગેરે અનેક સુવિધાઓ ઉપલબ્ધ હોવાને કારણે આજે નિકાસકારો જૂનાગઢ યાર્ડ સાથે જોડાયા છે જેનો ખેડૂતો તથા વેપારીઓને લાભ મળશે.

જૂનાગઢ યાર્ડમાં જણસી શેડમાં જ ઉતારવા નો નિયમ છે જેથી કોઈપણ સિઝનમાં જણસીને કોઈ નુકસાન થાય નહીં, વળી તમામ શેડમાં સીસીટીવી કેમેરા લગાવાયા છે જેથી સુરક્ષા જળવાય રહે, વળી યાર્ડમાં ખરો તોલ અને રોકડા નાણાં નું સૂત્ર છે જેથી ખેડૂતો પોતાની જણસી લઈને આવે એટલે ખુલ્લી હરાજી માં તેની જણસીનું વેચાણ થઈ જાય છે અને તુરંત જ તેને રોકડા અથવા ખાતામાં નાણાંની ભરપાઈ થઈ જાય છે, આમ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા માટે ખેડૂતોને અનુકુળ વાતાવરણ અને ઉપલબ્ધ સુવિધાઓને લઈને હવે નિકાસકારો જૂનાગઢ યાર્ડ સાથે જોડાયા છે જેનો સીધો લાભ ખેડૂતો અને વેપારીઓને થશે.

આ પણ વાંચો - બાબાના ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસે કહ્યું : ભાજપ જનતાનું ધ્યાન ભટકાવે છે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સાગર ઠાકર

Tags :
Advertisement

.

×