Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Krushi Rahat Package: ઐતિહાસિક  કૃષી રાહત સહાય પેકેજની જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ ઐતિહાસિક અને ઉદારતમ રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે.
krushi rahat package  ઐતિહાસિક  કૃષી રાહત સહાય પેકેજની જાહેરાત
Advertisement

Krushi Rahat Package : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે  ઐતિહાસિક રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ ઐતિહાસિક અને ઉદારતમ રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ આપદાની વેળાએ ધરતીપુત્રોની સાથે રહીને આપેલા આ ઉદારતમ પેકેજ માટે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી(Jitubhai Vaghani)એ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. 

Advertisement

Krushi Rahat Packag:ઐતિહાસિક  રાહત સહાય પેકેજ જાહેરાતના મુખ્ય મુદ્દાઓ

  • ક્યારે શરૂ થશે: 14મી નવેમ્બર, શુક્રવાર, બપોરે 12:00 કલાકથી.
  • સમય મર્યાદા: 15 દિવસ સુધી પોર્ટલ કાર્યરત રહેશે.
  • અરજીનું પોર્ટલ: https://krp.gujarat.gov.in (કૃષિ રાહત પેકેજ - KRP પોર્ટલ).
  • મદદ: ખેડૂતોને અરજી કરવા માટે ગ્રામ પંચાયતના VCE (Village Computer  Entrepreneur)/VLE (Vllage Level Entrepreneur) મદદરૂપ થશે.
  • અરજી ફી: ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવા માટે કોઈ ચૂકવણું (ફી) કરવાનું રહેશે નહીં.

Krushi Rahat Package:  સહાય પેકેજ અને ચુકવણી

  • સહાયની રકમ: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)તાજેતરના કમોસમી વરસાદના નુકસાન માટે ₹9,815 કરોડ અને અગાઉના વરસાદ માટેની સહાય સાથે કુલ ₹11,137 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે.
  • ચુકવણી પદ્ધતિ: મળવાપાત્ર સહાય PFMS/RTGS મારફત DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) પદ્ધતિથી લાભાર્થી ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.
  • કાર્યવાહી: નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવશે, તેમ તેમ ચકાસણી કરીને તાત્કાલિક સહાય ચૂકવણાની કાર્યવાહી કરવામાં આવશે.
  • સમય મર્યાદામાં વધારો: જરૂર જણાશે તો પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા માટે પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે.

સર્વે અને વહીવટી પ્રક્રિયા

  • સર્વે: રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોનો નુકસાની સર્વે ત્વરાએ હાથ ધરવામાં આવ્યો છે.
  • મેપિંગ: આ ગામોનું ઓનલાઈન અરજીના પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે.
  • સંવેદનશીલ અભિગમ: નુકસાનીનો સર્વે, પંચરોજકામ, પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહીવટી પ્રક્રિયા મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં સંબંધિત વિભાગોએ એક અઠવાડિયામાં પૂરી કરી છે, જે બદલ કૃષિમંત્રીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×