Bhavnagar: ક્ષત્રિય યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ, પદ્મિનીબાના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ
- પદ્મિનીબા સાથે ભાવનગરનો એક વ્યક્તિ પણ હેરાન કરતો હતોઃ રવિરાજસિંહ
- રૂપિયા ન લીધા હોવા છતાં રૂપિયા લીધા હોવાનું કહીને બદનામ કરે છેઃ રવિરાજસિંહ
- પદ્મિનીબાએ એડિટ કરેલો ઓડિયો વાયરલ કર્યો હોવાનો આક્ષેપ
Bhavnagar: ભાવનગરમાં એક ક્ષત્રિય યુવાને ઝેરી દવા પીને આત્યહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. ભાવનગર (Bhavnagar) ચૂંટણી સમયે પરસોત્તમ રૂપાલાના થયેલા વિવાદમાં ભાજપમાંથી રાજીનામુ આપનાર ભાવનગરના ક્ષત્રિય યુવાને ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આ ક્ષત્રિય યુવાન રવિરાજસિંહ ગોહિલ (Ravirajsinh Gohil)એ પદ્મિનીબા વાળા (Padminiba vala)ના માનસિક ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હોવાનો આક્ષેપ કર્યો છે. નોંધનીય છે કે, થોડા દિવસોથી પદ્મિનીબા વાળા સોશિયલ મીડિયામાં રવિરાજસિંહ ગોહિલને માનસિક રીતે હેરાન પરેશાન કરી રહ્યાં હોવાને રવિરાજસિંહ ગોહિલે આક્ષેપ લગાવ્યો છે.
Bhavnagar માં Kshatriya યુવાને પદ્મિનીબાના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનો કર્યો દાવો | Gujarat First#BhavnagarIncident #KshatriyaYouth #FightForTruth #PadminibaControversy #HarassmentClaims #PoliticalDispute #AudioLeakAllegations #SocialMediaControversy #RavirajSingh… pic.twitter.com/jOcdoikSnt
— Gujarat First (@GujaratFirst) October 22, 2024
આ પણ વાંચો: આક્ષેપોની વાત વધુ વણસી! પદ્મિનીબાએ પારસબાને આપ્યો સણસણતો જવાબ, જુઓ આ video
પદ્મિનીબા સાથે ભાવનગરનો એક વ્યક્તિ પણ હેરાન કરતો હોવાનો આરોપ
પદ્મિનીબા વાળા ક્ષત્રિય મહિલા આગેવાન છે. થોડા દિવસ પહેલા પદ્મિનીબા વાળા (Padminiba vala)એ રવિરાજસિંહ (Ravirajsinh Gohil, Bhavnagar) સાથે વાત કરી હતી. પદ્મિનીબા(Padminiba vala)એ બન્ને વચ્ચેનો ઓડિયો વાયરલ કર્યો હોવાનો આક્ષેપ લાગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ પદ્મિનીબાની સાથે ભાવનગર (Bhavnagar)ના એક વ્યક્તિ પણ ખોટી રીતે રૂપિયા બાબતે હેરાન પરેશાન કરી રહ્યા હતા તેવું રવિરાજસિંહ ગોહિલે જણાવ્યું છે. રવિરાજસિંહ ગોહિલે કહ્યું કે, રૂપિયા ન લીધા હોવા છતાં રૂપિયા લીધા હોવાનું કહીને બદનામ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: Padminiba અને તેમના પુત્ર પર ગંભીર આરોપ! પતિ ગિરિરાજસિંહ પર કર્યો જીવલેણ હુમલો!
પદ્મિનીબાએ એડિટ કરેલો ઓડિયો વાયરલ કર્યો હોવાનો આક્ષેપ
પદ્મિનીબા રવિરાજસિંહને થોડા દિવસોથી માનસિક રીતે હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે રવિરાજસિંહ ગોહિલે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ રવિરાજસિંહ ગોહિલને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા અને સારવાર આવવામાં આવી રહીં છે. આ સમગ્ર ઘટનાને લઈને નિલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Rajkot : 'મારી સાથે આ જ સરે આવું કર્યું...', શિક્ષકના ત્રાસથી માસૂમ વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું


