ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kuber Dindor : બોલો, મંત્રીજીની સલાહ સાંભળશો તો ચોંકી જશો! કહ્યું- બધી કામગીરી તંત્ર જ કરે..?

ખાડાઓથી પરેશાન જનતાને મંત્રીજી કુંબેર ડીંડોરે સુફિયાણી સલાહ આપતા કહ્યું કે, બધી જ કામગીરી તંત્ર થોડી કરે...
11:49 PM Aug 01, 2025 IST | Vipul Sen
ખાડાઓથી પરેશાન જનતાને મંત્રીજી કુંબેર ડીંડોરે સુફિયાણી સલાહ આપતા કહ્યું કે, બધી જ કામગીરી તંત્ર થોડી કરે...
Kuber Dindor_gujarat_first
  1. ખાડાથી પરેશાન જનતાને મંત્રી કુબેર ડીંડોરેની સુફિયાણી સલાહ! (Panchmahal)
  2. પ્રજાનાં સેવકે કહ્યું "બધી જ કામગીરી તંત્ર થોડી કરે..."
  3. કેટલાંક કામો જનતાએ જાતે પણ કરવા જોઈએ : કુબેર ડીંડોર
  4. ખાડો પડ્યો હોય તો પાલિકાને ફોન ના કરાય : કુબેર ડીંડોર
  5. પાવડો અને તગારૂં, માટી લઈ આવો, ખાડો પૂરી દો : કુબેર ડીંડોર

Panchmahal : રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં થોડો વરસાદ પડે કે રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ જાય છે અને મસમોટા ખાડા પડી જાય છે. આ સમસ્યા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન નાગરિકો સામે આવતી હોય છે. પરંતુ, તેમ છતાં આ સમસ્યા અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ત્યારે આ સમસ્યા અંગે પંચમહાલનાં ગોધરા ખાતે યોજાયેલ સંપૂર્ણતા સન્માન સમારોહ દરમિયાન, મંત્રી કુબેર ડીંડોર (Kuber Dindor) એવું નિવેદન આપ્યું જે પછી ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો - Gondal : રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ કેસ, મુંબઈ-આગ્રાથી ભાડૂતી શાર્પશૂટર સહિત 4 ની ધરપકડ

કેટલાંક કામો જનતાએ જાતે પણ કરવા જોઈએ : કુબેર ડીંડોર

જણાવી દઈએ કે, શિક્ષણમંત્રી કુબેર ડીંડોર પંચમહાલ જિલ્લાના ગોધરા (Godhra) ખાતે સંપૂર્ણતા સન્માન સમારોહમાં હાજરી આપી હતી. દરમિયાન, લોકોને સંબોધિત કરતા સમયે તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. મુખ્ય માર્ગો પર ખાડાઓથી પરેશાન જનતાને મંત્રીજી કુંબેર ડીંડોરે સુફિયાણી સલાહ આપતા કહ્યું કે, બધી જ કામગીરી તંત્ર થોડી કરે, કેટલાંક કામો જનતાએ જાતે પણ કરવા જોઈએ. મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, ખાડો પડ્યો હોય તો પાલિકાને ફોન ના કરાય. પાવડો અને તગારૂં, માટી લઈ આવો, ખાડો પૂરી દો. ખાડો પૂરતા વાર શેની લાગે, તંત્રને થોડા ફોન કરવાના હોય.

આ પણ વાંચો - Amreli : બાળસિંહનાં મોત મામલે પરિમલ નથવાણીનું મોટું નિવેદન, કહ્યું- બાળસિંહ આપણી મૂડી છે..!

'કંઈ થાય એટલે સરકારની જવાબદારી તો નાગરિક ધર્મ ક્યાં ગયો?'

શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે (Kuber Dindor) આગળ કહ્યું કે, ઇતિહાસમાં પ્રથમવાર મોદી સાહેબે (PM Narendra Modi) આ અભિયાન શરૂ કર્યું, જે હેઠળ સારી કામગીરીનું સન્માન, કર્મચારીઓનું સન્માન કરાયું. આ સાથે સમારોહમાં ઉપસ્થિત કર્મચારીઓને શિક્ષણમંત્રીએ ટકોર કરતા કહ્યું કે, નાની-મોટી ચૂંટણી આવે ત્યારે ડખો ઊભો ના કરતાં. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે સૌને નાગરિક ધર્મ નિભાવવા પણ જણાવ્યું. કંઈ થાય એટલે સરકારની જવાબદારી તો નાગરિક ધર્મ ક્યાં ગયો? વિધાનના હક્કની બધા વાતો કરે પણ ફરજ કોઈ વાંચતા નથી. નાગરિક ધર્મ સાથે નવા સંકલ્પ સાથે આગળ વધવા જણાવ્યું. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જાહેર મંચ પરથી નગરિકોને તંત્રનાં ભરોસે ન રહી જાતે કામ કરી લેવાની સલાહ આપી હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ગુજરાત ફર્સ્ટનાં સવાલ :

- તમે અધિકારીઓ પાસે કામ નથી લઈ શકતાં તો આવું કરશો?
- સાહેબ, ખાડા પુરાવવાની પણ તમારી ક્ષમતા નથી કે શું ?
- સાહેબ, બધા કામ પ્રજા કરશે તો તંત્ર શું કરશે ?
- ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આવું કહેશે તો અધિકારીઓ કામ કરશે ?

આ પણ વાંચો - Sarkhej Roza : સરખેજ રોઝા કળશ ચોરીનો ભેદ ઉકેલનારી ટીમ અને મદદગારનું પોલીસ કમિશનરે સન્માન કર્યું

Tags :
GodhraGUJARAT FIRST NEWSKuber Dindorpanchmahalpm narendra modiSamratna Samman CeremonyTop Gujarati News
Next Article