Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : ભુજના નાડાપા ગામે મકાનની દીવાલ બે માસૂમ બાળકો પર પડી, એકનું મોત

નાડાપા ગામે વરસતા વરસાદમાં બ્રાઇટ માઇક્રોન કંપનીની લેબર કોલોનીમાં આવેલા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી.
kutch   ભુજના નાડાપા ગામે મકાનની દીવાલ બે માસૂમ બાળકો પર પડી  એકનું મોત
Advertisement
  1. ભુજ તાલુકાના નાડાપા ગામે વરસતા વરસાદમાં બની ગમખ્વાર ઘટના (Kutch)
  2. બ્રાઇટ માઇક્રોન કંપનીની લેબર કોલોનીમાં બની ઘટના
  3. લેબરના મકાનની સિમેન્ટના બ્લોકની દિવાલ ધારાશાયી થઈ
  4. ઘરમાં અંદર રમતા શ્રમજીવીના બે બાળકો પર પડી હતી
  5. એક બાળકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું,એક ઘાયલ

Kutch : કચ્છ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન, ભુજ તાલુકામાં (Bhuj) એક ગમખ્વાર ઘટના બની છે. નાડાપા ગામે વરસતા વરસાદમાં બ્રાઇટ માઇક્રોન કંપનીની (Bright Micron Company) લેબર કોલોનીમાં આવેલા એક મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી, જેની નીચે ઘરમાં રમતા બે માસૂમ બાળકો દબાયા હતા. આ દુર્ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળક સારવાર હેઠળ છે.

આ પણ વાંચો -Bharuch : સો. મીડિયા થકી સગીરા સાથે મિત્રતા કેળવી, લગ્નની લાલચ આપી ભગાડી ગયો, પછી..!

Advertisement

સિમેન્ટનાં બ્લોકની દીવાલ ધારાશાયી થઈ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના (Kutch) ભુજ તાલકામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તાલુકાનાં નાડાપા ગામે આજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસતા વરસાદ દરમિયાન, બ્રાઇટ માઇક્રોન કંપનીની લેબર કોલોનીમાં આવેલ એક મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. સિમેન્ટનાં બ્લોકની દીવાલ ધારાશાયી થઈ તે સમયે શ્રમજીવી પરિવારનાં બે બાળકો ઘરમાં રમતા હતા. અચાનક દીવાલ તૂટીને બાળકો પર પડી હતી.

Advertisement

આ પણ વાંચો -Rajkumar Jat Case : રાજસ્થાન HC નાં વકીલ જયંત મુંડે સાથે Gujarat first ની ખાસ વાતચીત

દીવાલ બાળકો પર પડી, એકનું મોત, એક ઘાયલ

ઘટનાને પગલે પરિવાર અને સ્થાનિક લોકો ભેગા થયા હતા અને ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ (G.K. General Hospital) લઈ ગયા હતા. જો કે, સારવાર દરમિયાન એક બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક બાળક સારવાર હેઠળ છે. માસૂમ બાળકને ગુમાવતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચો -Mahesana : દૂધ સાગર ડેરી પર થયેલા આક્ષેપનો મામલો, દોષિત હોઈએ તો અમારા પર કાર્યવાહી કરે: અશોક ચૌધરી

Tags :
Advertisement

.

×