Kutch : આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ગુજરાત પ્રવાસે, ભુજમાં સ્મૃતિવન-સંગ્રહાલયની મુલાકાત લીધી
- આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ગુજરાત પ્રવાસે (Kutch)
- ભુજનાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકની લીધી મુલાકાત
- સંગ્રહાલય વર્ષ 2001 ના ભૂકંપ પીડિતોને છે સમર્પિત
- સ્થાનિક વહીવટી અધિકારીઓ સાથે કરી ચર્ચા
- નિવૃત્ત સૈનિકોને પણ મળ્યા આર્મી ચીફ દ્વિવેદી
Kutch : ભારતીય સેનાનાં વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Upendra Dwivedi) ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, તેઓ કચ્છનાં ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય પહોંચ્યા હતા. આ સંગ્રહાલય વર્ષ 2001 નાં ગુજરાતનાં ભૂકંપ પીડિતોને સમર્પિત છે અને યુનેસ્કોનાં પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ દ્વારા વિશ્વનાં સૌથી સુંદર સંગ્રહાલયો તરીકે નામાંકિત કરાયું છે. આર્મી ચીફે સ્થાનિક વહીવટી અધિકારીઓ અને નિવૃત્ત સૈનિકો સાથે વાતચીત કરી હતી અને રાષ્ટ્ર નિર્માણ તરફનાં તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો - Mahakumbh 2025 : મહાકુંભ જતાં ગુજરાતીઓને સરકારની વધુ એક મોટી ભેટ, કરી આ જાહેરાત
ભુજમાં સ્મૃતિવન અને સંગ્રહાલયની મુલાકાત કરી
ભારતીય સેનાનાં વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ગુજરાતનાં પ્રવાસે છે. દરમિયાન, તેમણે ભુજ (Bhuj) ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ વહીવટી અધિકારીઓ અને નિવૃત્ત સૈનિકો સાથે વાતચીત કરી હતી. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ક્રીક સેક્ટરનાં આગળનાં વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ફોર્મેશનની ઓપરેશનલ તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. આર્મી ચીફે એ ફોર્મેશનનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું હતું.ટ
#GeneralUpendraDwivedi, #COAS, visited the Smritivan Earthquake Memorial and Museum at #Bhuj.
The museum which is dedicated to the victims of #Gujarat earthquake of 2001, has been nominated as one of the world's most beautiful museums by #UNESCO's prestigious Prix Versailles.… pic.twitter.com/HyxudbN5Va
— ADG PI - INDIAN ARMY (@adgpi) February 2, 2025
આ પણ વાંચો - રાજકોટ અને ખેડામાં આરોગ્ય વિભાગની તવાઈ! જાણીતી હોસ્પિટલો PMJAY માંથી સસ્પેન્ડ
વાયુસેના, BSF, કોસ્ટગાર્ડના કર્મચારીઓને મળ્યાં
આ ઉપરાંત, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ (COAS) ભારતીય વાયુસેના, સરહદ સુરક્ષા દળ અને ભારતીય કોસ્ટ ગાર્ડનાં (Indian Coast Guard) કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે રણનીતિક સ્તરે બહુ-એજન્સી સિનર્જી અને સીમલેસ એકીકરણ દર્શાવતી ઓપરેશનલ યુદ્ધ કવાયતો પણ જોઈ હતી. તેમણે ICG કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા. COAS એ તમામ રેન્ક સાથે વાતચીત કરી, તેમના પ્રયાસો માટે પ્રશંસા કરી અને વ્યાવસાયિક શ્રેષ્ઠતાનાં ઉચ્ચતમ ધોરણો માટે વ્યક્તિઓનું સન્માન (Kutch) કર્યું હતું.
આ પણ વાંચો - BZ Group Scam : આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતિયાઓનો વધુ એક પેંતરો!


