Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch: કોંગ્રેસ આગેવાન ભૂલ્યા ભાન, મહિલા અધિકારી સાથે કર્યો મોટો કાંડ!

Kutch: ક્ચ્છમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. ક્ચ્છ કોગ્રેસના નેતા ભુજ ઉમેદભવનમાં મર્યાદા ભૂલ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના કાર્યક્રમ દરમિયાન ધટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટની વાત કરવામાં આવે તો, મહિલા આઇ.બી...
kutch  કોંગ્રેસ આગેવાન ભૂલ્યા ભાન  મહિલા અધિકારી સાથે કર્યો મોટો કાંડ
Advertisement

Kutch: ક્ચ્છમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. ક્ચ્છ કોગ્રેસના નેતા ભુજ ઉમેદભવનમાં મર્યાદા ભૂલ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના કાર્યક્રમ દરમિયાન ધટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટની વાત કરવામાં આવે તો, મહિલા આઇ.બી કર્મચારીની ખુરશી કોંગ્રેસ નેતાએ ખેંચી લેતા વિવાદ સર્જાયો છે. વિગતો એવી પણ સામે આવી છે કે, આઇ.બીની મહિલા કર્મચારી પડી જતા તેમની આખમાં આંસુ આવી ગયા હતા.

Advertisement

આ પણ વાંચો: Junagadh: ગણેશ ગોંડલ કેસના ફરિયાદી રાજુ સોલંકી વિરૂદ્ધ દાખલ થયો GUJCTOC નો ગુનો

Advertisement

કોંગ્રેસના આગેવાન સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ

આ ઘટના બાબતે અત્યારે કચ્છા કોંગ્રેસના આગેવાન સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદની વાત કરવામાં આવે તો, આ ગુનો આઈ.પી.સી. કલમ 115(2), 133 તથા એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(આર), 3(2)(5-એ) મુજબ એવી રીતે કે, આ કામના ફરિયાદી ભુજ સર્કિટ હાઉસ ખાતે વડગામ વિધાનસભાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનાઓની પ્રેસ કોન્ફરન્સ કાર્યક્રમ એટેન કરવા માટે હાજર હતા. તે દરમિયાન ફરિયાદી ખુરશી પર બેસવા જતા તેઓ અનુસુચિત જાતિના સભ્ય છે, એવું જાણવા છતાં ફરિયાદીને અપમાનિત કરવાના તથા ઇજા પહોંચાડવાના ઈરાદાથી આ કામના આરોપીએ ખુરશી ખેંચી લઈને ફરિયાદીને નીચે પાડી દઈને ફરિયાદીની મજાક બનાવી, અપમાન કરી ફરિયાદીના કમરના ભાહે તેમજ પીઠના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. જે મામલે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં કરેલી વિવાદિત ટિપ્પણીને કારણે ચર્ચામાં

વિગતે વાત કરવામાં આવે તો, અગાઉ પણ કચ્છ કિસાન કોગ્રેસના આગેવાન અને આરટીઆઇ એક્ટીવીસ્ટ એચ.એસ.આહિરે સાંસદ કંગના રનૌત પર સોશિયલ મીડિયામાં કરેલી વિવાદિત ટિપ્પણીને કારણે ચર્ચામાં રહ્યા હતા. જ્યારે અત્યારે ફરી એકવાર તેઓ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એક મહિલા કર્મચારી સાથે આવું વર્તન કરવું શું યોગ્ય છે? નોંધનીય છે કે, જીગ્નેશ મેવાણી પૂછવા જાય ત્યાં મહિલા કંઈપણ બોલ્યા વિના ચાલી ગઈ હતી. ધારાસભ્યના કાર્યક્રમ દરમિયાન બનેલી ધટના અત્યારે ભારે ચર્ચાનુ કેન્દ્ર બની છે.

આ પણ વાંચો: Atkot : દુષ્કર્મના આરોપી મધુ ટાઢાણીના વાયરલ વીડિયોથી ખળભળાટ

મર્યાદા ભૂલ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

નોંધનીય છે કે, આ પહેલા પણ ક્ચ્છ કોગ્રેસના નેતા વિવાદમાં આવ્યા હતા. થોડા સમય પહેલા કંગના રનૌત પર સોશિયલ મીડિયામાં એક વિવાદિત ટિપ્પણી કરી હતી. જેને લઈને વધારે વિવાદ સર્જાયો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ફરી એકવાર કચ્છના કોંગ્રેસ આગેવાન પોતાનું ભાન ભૂલી મર્યાદા ભૂલ્યા હોવાનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×